Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રભુ મનોહર પાર્રિકર

પ્રભુ મનોહર પાર્રિકર
મનોહર ગોપાલકૃષઅણ પ્રભુ પાર્રિકર દેશના સૌથી પ્રભાવી રાઈટ વિંગ નેતાઓમાંના એક હતા. પર્રિકરે ઈન્ડિયન ઈસ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી, બોમ્બેથી મેટલ ઈન્જીનિયર કર્યા બાદ પોતાના રાજનૈતિક કેરિયરની શરૂઆત કરી.
By Ajay M V | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

પ્રભુ મનોહર પાર્રિકર જીવનચરિત્ર

મનોહર ગોપાલકૃષઅણ પ્રભુ પાર્રિકર દેશના સૌથી પ્રભાવી રાઈટ વિંગ નેતાઓમાંના એક હતા. પર્રિકરે ઈન્ડિયન ઈસ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી, બોમ્બેથી મેટલ ઈન્જીનિયર કર્યા બાદ પોતાના રાજનૈતિક કેરિયરની શરૂઆત કરી. 1944માં પાર્રિકર(ભારતીય જનતા પાર્ટીા માટે ચૂંટાયા હતા.
2000માં તેઓ ફરી પાંચ વર્ષ માટે ગોવાના મુખ્યમંત્રી બની ચૂક્યા હતા. સાથે જ તેઓ ભારતીય રાજ્યના પહેલા એવા મુખ્યમંત્રી હતા જેઓ આઈઆઈટી સ્નાતક હતા. શરૂઆતમાં તેમને કાયદો અને
અનુસાશનમાં રૂચી દેખાડી અને તેમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)માં શામેલ થવાનો નિર્ણય કર્યો અને શિક્ષણના અંતિમ વર્ષોમાં આરએસએસના મુખ્ય શિષ્ય બની ગયા. રાજકારણમાં લાંબી ઈનીંગ દરમિયાન મનોહર અનેક મોટા પડદે જોવા મળ્યા. તેઓ નરેન્દ્ર મોદીની કેબિનેટમાં રક્ષા મંત્રી પદે પણ રહ્યા હતા. ગોવામાં ભાજપની સરકાર બન્યા બાદ તેમણે પદ છોડી દીધુ અને ગોવાની કમાન સંભાળી લીધી. જો કે આ મુસાફરીમાં સ્વાસ્થ્યએ તેમનો સાથ આપ્યો નહિં અને લાંબી
બિમારી બાદ 15 માર્ચ 2019માં તેમનું નિધન થઈ ગયુ.

વધુ વાંચો

પ્રભુ મનોહર પાર્રિકર અંગત જીવન

આખું નામ પ્રભુ મનોહર પાર્રિકર
જન્મતારીખ 13 Dec 1955
મૃત્યુની તારીખ 17 Mar 2019 (ઉમર 63)
જન્મસ્થળ માપુસા
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Graduate Professional
વ્યવસાય ઈન્જીનિયર
પિતાનું નામ ગોપાલકૃષ્ણ પાર્રિકર
માતાનું નામ રાધાબાઈ પાર્રિકર
જીવનસાથીનું નામ મેધા પાર્રિકર
સંતાન 2 પુત્ર
વેબસાઈટ www.goa.gov.in

પ્રભુ મનોહર પાર્રિકર કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹2.97 CRORE
સંપત્તિ
₹3.4 CRORE
જવાબદારીઓ
₹43.83 LAKHS

પ્રભુ મનોહર પાર્રિકર વિશે રસપ્રદ તથ્યો

મનોજ પાર્રિકરને 2004માં ઈન્ડિયા ટુડે મેગેઝીન તરફથી 'સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી' તરીકે સન્માનિત કર્યા હતા. ઉપરાંત ગોવામાં તેમણે 'મિસ્ટર ક્લીન' તરીકે માનવામાં આવે છે. રક્ષા મંત્રી તરકે પોતાના કાર્યકાળમાં તેમણે 'વન રેંક વન પેન્શન ' (ઓઆરઓપી) યોજના શરૂ કરી હતી.

પ્રભુ મનોહર પાર્રિકર ની રાજકીય સમયરેખા

  • 2017 : 14 માર્ચ 2017એ પાર્રિકરે ફરીથી ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી.
  • 2014 : મનોહર પાર્રિકરને રક્ષા પોર્ટફેલિયો મંત્રાલય મળ્યુ અને તેમણે અરૂણ જેટલીની જગ્યા લીધી.
  • 2012 : બીજેપીએ પોતાના નેતૃત્વમાં માર્ચ 2012માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વિરુદ્ધ ગોવા વિધાનસભા ચૂંટણી જીતી.
  • 2007 : દિગંબર કામતની આગેવાનીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ગોવા રાજ્યમાં પાર્રિકરની આગેવાની વાળી બીજેપીને હરાવી દીધી.
  • 2005 : મનોહર પાર્રિકરની સરકારને વિધાનસભામાં અલ્પસંખ્યક કરી દેવાયા, કારણ કે ચાર બીજેપી ધારાસભ્યોએ પોતાનું પદ છોદી દીધુ હતુ.
  • 2002 : મનોહર પાર્રિકર ફરીથી 5 જૂન 2002માં ફરી ચૂંટાયા અને તેમણે મુખ્યમંત્રી તરીકે એક વાર ફરી થપથ લીધા.
  • 2000 : તેમણે ગોવાની ચૂંટણી જીતી અને 2000માં પહેલી વાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. જો કે આ વખતે લાંબા સમય સુધી સત્તામાં ન રહ્યા, કારણ કે તેમનો કાર્યકાળ માત્ર 27 ફેબ્રુઆરી 2002 સુધી જ ચાલ્યો.
  • 1999 : પાર્રિકર1999માં જૂનથી નવેમ્બર સુધી વિપક્ષના નેતા પણ રહ્યા.
  • 1994 : આસએસએસ માટે લાંબા સમયથી કામ કરનારા પ્રભુ મનોહર પાર્રિકરે વર્ષ 1994માં રાજનૈતિક કાર્યકાળ શરૂ કર્યો. તેઓ ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના સભ્ય તરીકે ગોવા વિધાનસભા માટે ચૂંટાયા હતા.

અગાઉનો ઇતિહાસ

  • 1981: પાર્રિકર આરએસએસના સંઘ ચાલક બન્યા અને આરએસએસની ઉત્તરી ગોવા યુનિટમાં સક્રિય રહ્યા. સાથે જ તેઓ 1992માં રામ જન્મભૂમિ આંદોલનના પ્રમુખ આયોજક પણ રહ્યા.
  • 1978: મનોહર પાર્રિકરે લોયલા હાઈ સ્કૂલ, માગાઓથી પોતાનું સ્કૂલ શિક્ષણ લીધુ. તેમણે મરાઠીમાં માધ્યમિક શિક્ષણ પૂરું કર્યુ. તેમણે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ટેક્નોલોજી, બોમ્બેથી મેટલ ઈન્જીનિયરિંગમાં સ્નાતકની ઉપાધી મેળવી.
  • 1973: પાર્રિકર આરએસએસના મુખિયા તરીકે વિકસવા લાગ્યા અને આઈઆઈટીમાં સ્નાતક થયા બાદ પણ પાર્રિકરે કોઈને કોઈ રીતે આસએસએસને પોતાની સેવા આપતા રહ્યા.
  • 1970ના દશકની શરૂઆતમાં: પાર્રિકર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)માં શામેલ થયા અને એસએસએસ સ્વયંસેવક તરીકે કામ કર્યુ, તેઓ આસએસએસની અનેક પ્રવૃતિઓમાં જોડાયા.

પ્રભુ મનોહર પાર્રિકર ની સિદ્ધિઓ

ગોવાના મુખ્યમંત્રી તરીકે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન મનોહર પર્રિકરે રાજ્યની સુધારણા માટે વિવિધ યોજનાઓ રજૂ કરી હતી. તેમણે દયાનંદ સમાજ સુરક્ષા યોજના (ડીએસએસવાય)ની રજૂઆત કરી હતી. જે વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને વશિષ્ટ રીતે પછાત વ્યક્તિને નાણાકીય પેન્શન દ્વારા નાણાકીય સહાય પૂરીં પાડે છે. તેમણે ઋણ મુક્ત લોન દ્વારા વિદ્યાર્થીઓને મદદ કરી હતી. તેમના નેતૃત્વ હેઠળ સાયબર યોજના પણ શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ટેક્નોલોજી સર્વે માટે કોમ્પ્યુટર આપવામાં આવતા હતા. દૂધની ઉપજમાં વધારો કરવા માટે, તેમણે કામધેનુ યોજના શરૂ કરી. તેમણે નવા સાહસને શરૂ કરવા માટે ઓછા વ્યાજની લોન આપવા માટે મુખ્યમંત્રી રોજગાર યોજના (સીએમઆરવાય) શરૂ કરી હતી.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+