Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ડૉ. પ્રમોદ. પી. સાવંત

ડૉ. પ્રમોદ. પી. સાવંત
પ્રમોદ સાવંત ઉત્તરી ગોવાના સૈકિંલિમ મત વિસ્તારના એક બિન હરીફ ધારાસભ્ય છે. તેઓ આ મત વિસ્તારથી બે વખત ચૂંટાયા, જ્યારે તેમને કોઈ રાજકીય ક્ષેત્રનો અનુભવ પણ ન્હોતો.
By Administrator | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

ડૉ. પ્રમોદ. પી. સાવંત જીવનચરિત્ર

પ્રમોદ સાવંત ઉત્તરી ગોવાના સૈકિંલિમ મત વિસ્તારના એક બિન હરીફ ધારાસભ્ય છે. તેઓ આ મત વિસ્તારથી બે વખત ચૂંટાયા, જ્યારે તેમને કોઈ રાજકીય ક્ષેત્રનો અનુભવ પણ ન્હોતો. ગોવાના દિવંગત મુખ્યમંત્રી મનોહર પાર્રિકરના કટ્ટર સમર્થક સાવતંને ક્યારેય મંત્રી મંડળમાં સ્થાન મળ્યુ ન્હોતુ છતાં તેમને પાર્રિકર દ્વારા વિધાનસભા સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. વ્યવસાયે ડૉક્ટર અને આસએસએસના એક સભ્ય સાવંતે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના ગંગા આયુર્વેદિક મેડિકલ કૉલેજથી સ્નાતક કર્યુ અને તિલક મહારાષ્ટ્ર વિદ્યાપીઠથી સમાજ કલ્યાણમાં માસ્ટર કર્યુ. તેઓ પારિકર દ્વારા સ્થાપિત ગોવા સ્ટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ હતા. મનોહર પર્રિકરની નિધન બાદ 18 માર્ચ 2019 ના રોજ તેમણે ગોવાના ચીફ પ્રધાન તરીકે તેઓ શપથ લીધા હતા.

વધુ વાંચો

ડૉ. પ્રમોદ. પી. સાવંત અંગત જીવન

આખું નામ ડૉ. પ્રમોદ. પી. સાવંત
જન્મતારીખ 24 Apr 1973 (ઉમર 52)
જન્મસ્થળ N/A
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Post Graduate
વ્યવસાય કૃષિ/વેપાર/આયુર્વેદિક ચિકિત્સક
પિતાનું નામ પાંડુરંગ સાવંત
માતાનું નામ પદ્મિની સાવંત
જીવનસાથીનું નામ શાંતાદુર્ગા
જીવનસાથીનો વ્યવસાય રાજનેતા
ધર્મ હિન્દુ

ડૉ. પ્રમોદ. પી. સાવંત કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹7.88 CRORE
સંપત્તિ
₹9.38 CRORE
જવાબદારીઓ
₹1.5 CRORE

ડૉ. પ્રમોદ. પી. સાવંત વિશે રસપ્રદ તથ્યો

સ્વર્ગીય મનોહર પર્રિકરની જેમ, રાજ્ય મંત્રીમંડળમાં ક્યારેય સ્થાન મળ્યુ ન હોવા છતાં, સાવંત ગોવાના 13 મા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા.

ડૉ. પ્રમોદ. પી. સાવંત ની રાજકીય સમયરેખા

  • 2019 : પ્રમોદ સાવંતે 19 માર્ચ, 2019 ના રોજ ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. સાવંતે મનોહર પર્રિકરની જગ્યા લીધી. જે 17 માર્ચના રોજ એક વર્ષ સુધી સ્વાદુપિંડના કેન્સર સામે લડ્યા બાદ મૃત્યુ પામ્યા હતા.
  • 2017 : તેઓ ગોવાના રાજ્યની સાતમી વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.
  • 2017 : તેઓ કોંગ્રેસના ધર્મેશ સાગ્લાનીને હરાવીને સનક્ક્લિમાંથી ફરી ચૂંટાયા હતા. જેમાં આશરે 8000 મત થી જીત મેળવી હતી. પાછળથી તેઓ વેપાર સલાહકાર સમિતિના ચેરમેન અને રૂલ્સ કમિટિના અધ્યક્ષ બન્યા.
  • 2016 : ગોવા સ્ટાફ સિલેક્શન કમિશન બિલ, 2016 કમિટીના ચેરમેન તરીકે પસંદગી પામ્યા.
  • 2014 : તેઓ ગોવા સ્કુલ શિક્ષણ (સુધારા) બિલ, 2014 ની પસંદગી સમિતિના સભ્ય અને અરજીઓ પરની સમિતિ્ના સભ્ય હતા. (2014-2016);
  • 2012 : તેઓ ગોવાના ઉત્તરાધિકાર, સ્પેશિયલ નોટરીઝ અને ઈન્વેન્ટરી પ્રોસીડીંગ બીલ, 2012 ના પસંદગી સમિતિના સભ્ય બન્યા હતા. તેમણે 2014 સુધી વિશેષાધિકાર અને અધ્યક્ષ સમિતિના ચેરમેનના સભ્ય તરીકે સેવા આપી હતી. ઉપરાંત 2012 થી 2016 સુધી તેઓ બજેટ સમિતિના અધ્યક્ષ હતા.
  • 2012 : તેઓ સનક્ક્લિમ મતદારક્ષેત્રના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે કોંગ્રેસ પાર્ટીના પ્રતાપ ગૌન્સને લગભગ 7000 મતોથી હરાવ્યા હતા.
  • 2007 : પ્રમોદ સાવંત 2007માં ઉપચૂંટણી દરમિયાન વિધાનસભા ચૂંટણી જીત્યા અને ઉત્તરી ગોવાના મત વિસ્તારના ધારાસભ્ય બન્યા.

ડૉ. પ્રમોદ. પી. સાવંત ની સિદ્ધિઓ

નહેરુ યુવા કેન્દ્ર, પણજી દ્વારા રાજ્ય યુથ પુરસ્કાર મેળવેલ છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+