Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rajinikanth

Rajinikanth
સુપરસ્ટાર રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950ના રોજ તત્કાલીન મૈસુર રાજ્ય અને હાલના કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો. તેમનું અસલી નામ શિવાજી રાવ ગાયકવાડ હતું.
By Keshav Karna | Friday, February 26, 2021, 11:10:35 AM [IST]

Rajinikanth જીવનચરિત્ર

સુપરસ્ટાર રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950ના રોજ તત્કાલીન મૈસુર રાજ્ય અને હાલના કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો. તેમનું અસલી નામ શિવાજી રાવ ગાયકવાડ હતું. તેઓ પાંચ વર્ષના હતા ત્યારે જ તેમના માતાનું નિધન થયું હતું. બાળપણમાં તેમણે આચાર્ય પાઠશાલા અને બાદમાં રામકૃષ્ણ મિશનની સંસ્થામાંથી શિક્ષણ મેળવ્યું હતું. તેમની માતૃભાષા મરાઠી છે, જો કે તેમણે મરાઠી ભાષામાં એકેય ફિલ્મ નથી કરી. સુપર સ્ટાર બનવા સુધીની તેમની યાત્રા સરળ નહોતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેતા પહેલાં તેઓ બેંગ્લોરમાં કર્ણાટક પરિવહન નિગમ માટે બ કંડક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા. આ સમય દરમ્યાન જ તેમણે વિવિધ નાટકો અને સ્ટન્ટ્સ અભિનય કરી પોતાની અભિનયની રૂચિઓનું પોષણ કર્યું.

બૉલીવુડ અને દક્ષિણ ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રજનીકાંત લોકપ્રિય ચહેરો છે, દક્ષિણ બારતમાં તેમને ભગવાનની જેમ માનવામાં આવે છે અને પ્રેમથી લોકો તેમને રજની સર કહીને સંબોધે છે. તેમનું ફેન ફોલોઈંગ જબરું છે અને દર્શકો પાગલપણે તેમને ચાહે છે. ભારતીય સિનેમામાં તેમની લાંબી અને સમૃદ્ધ કારકિર્દી માટે રજનીકાંતને ઘણા અવોર્ડ અને પ્રશંસા મળી છે. તેમને ફિલ્મ ફેર બેસ્ટ એક્ટર અવોર્ડ, તમિલનાડુ સ્ટેટ ફિલ્મ અવોર્ડ્સ, કાલિમામણિ એવોર્ડ્સ, ભારતીય સિનેમામાં એક્સેલન્સ માટે ચેવાલીઅર શિવાજી ગણેશન અવોર્ડ, પદ્મ ભૂષણ અને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ- વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા છે.

તમિલનાડુના રાજકારણમાં સુપર સ્ટાર રજનીકાંતનો પ્રભાવ ભારે છે અને પોતાની જાતે જ મેન્ડેટ ફરમાવવામાં સક્ષમ છે. ભૂતકાળના ઘણા પ્રસંગોમાં તેમણે પોતાની રાજકીય પસંદગીઓ વ્યક્ત કરી છે. સક્રિય રાજકારણમાં તેમની શરૂઆતની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

વધુ વાંચો

Rajinikanth અંગત જીવન

આખું નામ Rajinikanth
જન્મતારીખ 12 Dec 1950 (ઉમર 75)
જન્મસ્થળ બેંગ્લોર
પાર્ટીનું નામ Independent
ભણતર Diploma in acting from Madras Film Institute
વ્યવસાય એક્ટર
પિતાનું નામ રામોજીરાવ ગાયકવાડ
માતાનું નામ જીજાબાઈ
જીવનસાથીનું નામ લતા રજનીકાંત
જીવનસાથીનો વ્યવસાય N/A
સંતાન 2 પુત્રી
વેબસાઈટ http://rajinikanth.com/

Rajinikanth કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹430 CRORE
સંપત્તિ
₹430 CRORE
જવાબદારીઓ
N/A

Rajinikanth વિશે રસપ્રદ તથ્યો

સિનેમા જગતમાં પ્રવેશ કરતા પહેલાં રજનીકાંત બેંગ્લોરમાં કંડક્ટર તરીકે કામ કરતા હતા.

રજનીકાંતનું અસલી નામ શિવાજી રાવ ગાયકવાડ છે.

રજનીકાંત એકમાત્ર એવા ભારતીય અભિનેતા છે જેમના પર સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશનના પાઠ્ય પુસ્તકમાં 'બસ કન્ડક્ટરથી સુપર સ્ટાર' મથાળા સાથે પાઠ પ્રસ્તુત થયો હોય.

વર્ષ 2000- 2010 દરમ્યાન 26 કરોડની ફી સાથે તેઓ જેકી ચેન પછી ભારતના બીજા નંબરના સૌથી મોંઘા એક્ટર હતા. રજનીકાંતને ભારતીય સિનેમાનો સુપરસ્ટાર માનવામાં આવે છે જેઓનું ભારે ફેન ફોલોઈંગ છે.

રજનીકાંત બાબાના મજબૂત અનુયાયી છે, તેઓ આધ્યાત્મિકતામાં માને છે.

રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાએ એક્ટર ધનુષ સાથે લગ્ન કર્યાં છે.

Rajinikanth ની રાજકીય સમયરેખા

  • 2020 : 3 ડિસેમ્બર 2020ના રોજ રજનીકાંતે જાહેરાત કરી હતી કે તેઓ ઑફિશિયલી 31 ડિસેમ્બરે રાજકારણમાં પગલું માંડશે. તેમણે પોતાની પાર્ટીનું નામ અને ચિહ્ન પણ જાહેર કરી દીધાં
  • 2017 : 31 ડિસેમ્બર 2017ના રોજ રજનીકાંતે ઘોષણા કરતી હતી કે તેઓ તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં 2021 પહેલાં રાજકારણમાં પ્રવેશ કરશે.

અગાઉનો ઇતિહાસ

  • 1975: રજનીકાંતે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ડેબ્યૂ કર્યું હતું, તેમની પહેલી ફિલ્મ બાલાચંદરે ડાયરેક્ટ કરી હતી જેમાં કમલ હાસન અને શ્રીવિદ્યા પણ હતાં. એ વર્ષે જ રજનીકાંતે કન્નડા ફિલ્મ સંગમમાં નાનો એવો રોલ ભજવ્યો હતો.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+