• search
હોમ
 » 
રાજકારણીઓ
 » 
રામવિલાસ પાસવાન

રામવિલાસ પાસવાન

જીવનચરિત્ર

રામ વિલાસ પાસવાનનો જન્મ શ્રી જામૂન પાસવાન અને શ્રીમતિ સીયા પાસવાનને ત્યાં થયો હતો. જેઓ બિહાર ખગડિયા જિલ્લાના શહરબન્ની ગામમાં રહેનાર દલિત કુટુંબ હતુ. પાસવાને કોસી કૉલેજ, પિલ્ખી અને પટના વિશ્વવિદ્યાલયથી કાયદામાં સ્નાતક કર્યુ અને માસ્ટર ઓફ આર્ટસની ડિગ્રી મેળવી. તેમણે 1960ના દશકમાં રાજકુમારી દેવી સાથે લગ્ન કર્યા. 2014માં તેમણે ખુલાયો કર્યો કે તેમણે 1981માં લોકસભામાં નામાંકન પત્રને ચેલેન્જ આપ્યા બાદ તેમને છુટાછેડા આપી દીધા. તેમની પહેલી પત્નીથી બે દિકરીઓ, ઉષા અને આશા છે. 1983માં તેમણે રીના શર્મા સાથે લગ્ન કર્યા કે જે એક એયરહોસ્ટેસ અને અમૃતસરની પંજાબી હિંદુ કુટુંબની છે. તેમને એક દિકરો અને એક દિકરી છે. તેમનો દિકરો ચિરાગ પાસવાન નેતા પહેલા અભિનેતા રહી ચૂક્યો છે.

પાસવાન બિહારથી અને ઉપભોક્તા મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મામલાના વર્તમાન કેબિનેટ મંત્રી છે. તેમણે પોતાનું રાજનૈતિક જીવન સમયુક્તા સોશ્યાલિસ્ટ પાર્ટીના સભ્ય તરીકે શરૂ કર્યુ અને 1969માં બિહાર વિધાનસભા માટે ચૂંટાયા. ત્યાર બાદ તેમણે 1974માં લોક દળની રચના કર્યા બાદ તેમાં શામેલ થયા અને તેના મહાસચિવ બન્યા. તેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો અને તે માટે આ સમયે તેમની ધરપકડ પણ કરવામાં આવી. તેમણે 1977માં હાજીપુર ચૂંટણી વિસ્તારથી ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે લોકસભામાં પ્રવેશ કર્યો, તેઓ1980, 1989, 1996, 1998, 1999, 2004 અને 2014માં ફરીથી ચૂંટાયા.

તેઓ લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ પણ છે. તેમને આઠ વખત લોકસભા સભ્ય અને પૂર્વ રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટવામાં આવ્યા છે. 2000માં તેમણે તેના અધ્યક્ષ તરીકે લોક જનશક્તિ પાર્ટી(એલજેપી)ની રચના કરી. ત્યાર બાદ 2004માં તેઓ સત્તારૂઢ સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકારમાં શામેલ થઈ ગયા અને રસાયણ અને ખાતર મંત્રાલય અને સ્ટીલ વિભાગના કેબિનેટ મંત્રી રહ્યા. તેઓ 2004ની લોકસભા ચૂંટણી જીત્યા પણ 2009માં તેઓ ચૂંટણી હારી ગયા. 2010થી 2014 સુધી રાજ્યસભા સભ્ય તરીકે ચૂંટાયા બાદ તેઓ 2014ના ભારતીય સામાન્ય ચૂંટણીમાં હાજીપુર મતવિસ્તારથી 16મી લોકસભાની ચૂંટણીમાં ફરી ચૂંટાયા.

પાસવાન1969માં એક આરક્ષિત મત વિસ્તાર ક્ષેત્રથી સંયુક્ત સોશલિસ્ટ પાર્ટી(યુનાઈટેડ સોશલિસ્ટ પાર્ટી)ના સભ્ય તરીકે બિહાર રાજ્ય વિધાનસભા માટે ચૂંટાયા. 1974માં રાજ નારાયણ અને જયપ્રકાશ નારાયણના પ્રબળ અનુયાયીના રૂપે પાસવાન લોકદળમાં મહાસચિવ બન્યા. તે વ્યકિતગત રીતે રાજ નારાયણ, કર્પૂરી ઠાકુર અને સત્યેન્દ્ર નારાયણ સિન્હા જેવા ઈમરજન્સીના પ્રમુખ નેતાઓની નજીક રહ્યા છે. તેઓ મોરારજીભાઈ દેસાઈથી અલગ થઈ ગયા અને જનતા પાર્ટી-એસમાં લોકબંધુ રાજ નારાયણના નેતૃત્વમાં પાર્ટીના અધ્યક્ષ અને પછી તેના ચેયરમૈન તરીકે જોડાયા. 1975માં જ્યારે ભારતમાં ઈમરજન્સીની ઘોષણા થઈ ગઈ ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી અને તેમણે આખો સમય જેલમાં વિતાવ્યો. 1977માં જેલથી છૂટ્યા બાદ તેઓ જનતા પાર્ટીના સભ્ય બની ગયા અને પહેલી વાર તેની ટીકિટ પર સંસદ માટે ચૂંટણી જીતી ગયા અને તેમણે સૌથી વધુ અંતરથી ચૂંટણી જીતવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. તેઓ 1980 અને 1984માં હાજીપુર મત વિસ્તારથી 7મી લોકસભા માટે ફરીથી ચૂંટાયા. 1983માં તેમણે દલિત મુક્તિ અને કલ્યાણ માટે એક સંગઠન દલિત સેનાની સ્થાપના કરી.

પાસવાન 1989માં 9મી લોકસભા માટે ફરીથી ચૂંટાયા અને તેમને વિશ્વનાથ પ્રતાપ સિંહ સરકારમાં કેન્દ્રિય શ્રમ અને કલ્યાણ મંત્રી તરીકે નિયુક્ત કરાયા. 1996માં તેમણે લોકસભામાં સત્તારૂઢ ગઢબંધનનું પણ નેતૃત્વ કર્યુ, કારણ કે પ્રધાનમંત્રી રાજ્યસભાના સભ્ય હતા. આ વર્ષ એ વર્ષ પણ હતુ જ્યારે તેઓ પહેલી વાર કેન્દ્રિય રેલ્વે મંત્રી બન્યા. તેમણે 1998 સુધી તેનો પદભાર સંભાળ્યો. ત્યારબાદ તેઓ ઓક્ટોબર 1999થી સપ્ટેમ્બર 2001 સુધી કેન્દ્રિય સંચાર મંત્રી રહ્યા, જ્યારે તેમને કોલસા મંત્રાલયમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા અને તેઓ આ પદે એપ્રિલ 2002 સુધી જળવાઈ રહ્યા.

2000માં લોક જનશક્તિ પાર્ટી(એલજેપી) બનાવવા માટે પાસવાન જનતા દળથી અલગ થઈ ગયા. 2004માં લોકસભા ચૂંટણી બાદ પાસવાન સંયુક્ત પ્રગતિશીલ સંગઠન સરકારમાં શામેલ થઈ ગયા અને તેમને રસાયણ અને ખાતર મંત્રાલય અને સ્ટીલ મંત્રાલયમમાં કેન્દ્રિય મંત્રી બનાવવામાં આવ્યા. ફેબ્રુઆરી 2005ના બિહાર રાજ્યમાં પાસવાનની પાર્ટી એલજેપીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે મળી ચૂંટણી લડી. પરિણામ એ આવ્યુ કે, કોઈ પણ વિશેષ દળ કે ગઠબંધન જાતે સરકાર બનાવી શક્યુ નહિં. જો કે પાસવાને લાલુ યાદવનું સમર્થન કરવાનો સતત ઈનકાર કર્યો. જેથી તેમના પર ભ્રષ્ટચારી અને દક્ષિણપંથી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનનો આરોગ લાગ્યો. તેનાથી ગતિરોધ પેદા થયો, આ ગતિરોધ ત્યારે તૂટ્યો જ્યારે નિતીશ કુમાર પાસવાનની પાર્ટીના 12 સભ્યોને દોષમુક્ત કરવામાં સફળ રહ્યા. બિહારના રાજ્યપાળ બૂટા સિંહ દ્વારા સમર્થિત લોજપાના સમર્થકોની સરકારની રચના થતી રોકવા માટે રાજ્ય વિધાનમંડળનો ભંગ કરવામાં આવ્યો અને બિહારના રાષ્ટ્રપતિ શાસન હેઠળ નવી રીતે ચૂંટણી કરાવવાનું આહવાન કરવામાં આવ્યુ. નવેમ્બર 20015ના બિહાર રાજ્ય ચૂંટણીમાં પાસવાનનું ત્રીજુ ગઠબંધન સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયુ. લાલુ યાદવ-કોંગ્રેસ ગઠબંધન અલ્પમતમાં આવી ગયુ અને એનડીએ એ નવી સરકાર બનાવી.

2009માં સામાન્ય ચૂંટણી દરમિયાન પાસવાને લાલૂ યાદવ(કેન્દ્ર) અને અમર સિંહ (લેફ્ટ) સાથે મુંબઈમાં પાર્ટીની રેલી કરી. પાસવાને ઘોષણા કરી કે બિહાર રાજ્યની ચૂંટણી પર કેન્દ્ર સરકારનો કોઈ
પ્રભાવ નહિં રહે અને તેઓ અને લાલુ યાદવ બંને મંત્રીઓ તરીકે ચાલુ રહેશે. પાસવાને પાંચ અલગ-અલગ પ્રધાનમંત્રીઓ હેઠળ એક કેન્દ્રિય મંત્રી તરીકે કામ કર્યુ છે અને 1996માં (2015 અનુસાર)ગઠિત તમામ મંત્રીપરિષદમાં એક કેબિનેટ બર્થ પર સતત પક્કડ જાળવી રાખવાનું ગૌરવ મેળવ્યુ છે. તેઓ તમામ રાષ્ટ્રીય ગઠબંધન(સંયુક્ત મોર્ચા, રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન અને સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન)નો ભાગ હોવા પર ગૌરવ અનુભવે છે. જેણે 1996થી 2015 સુધી ભારત સરકારની રચના કરી છે.

ભારતીય સામાન્ય ચૂંટણી 2009 માટે પાસવાને લાલુ યાદવ અને રાષ્ટ્રિય જનતા દળ સાથે ગઠબંધન કર્યુ, જ્યારે પોતાના પૂર્વ ગઠબંધન સહયોગી અને સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનના નેતાઓએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છોડી દીધું. આ જોડી પછી મુલાયમ સિંહની સમાજવાદી પાર્ટીમાં શામેલ થઈ ગઈ. 33 વર્ષોમાં પહેલી વાર તેઓ હાજીપુરથી જનતા દળના રામ સુંદર દાસથી ચૂંટણીમાં હારી ગયા, કે જેઓ બિહારના પૂર્વ મુખ્યમંત્રી હતા. તેમની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી 15મી લોકસભામાં કોઈપણ સીટ જીતવામાં સફળ રહી નહિં, સાથે જ તેમના ગઠબંધનના સાથી અને તેમની પાર્ટી પણ સારુ પ્રદર્શન કરી શક્યા નહિં અને 4 સીટો સુધી સિમિત રહ્યા.

2014ની ભારતીય સામાન્ય ચૂંટણી બાદ તેઓ હાજીપુર મત વિસ્તારથી 16મી લોકસભાના સભ્ય તરીકે ફરીથી ચૂંટાયા હતા. જ્યારે તેમના દિકરા ચિરાગ પાસવાને જમુઈ મત વિસ્તારથી બિહારમાં પણ જીત મેળવી હતી.

અંગત જીવન

આખું નામ રામવિલાસ પાસવાન
જન્મતારીખ 05 Jul 1946
મૃત્યુની તારીખ 08 Oct 2020 (ઉમર 74)
જન્મસ્થળ શહર બન્ની, જિલ્લો-ખગડિયા (બિહાર)
પાર્ટીનું નામ Ljnsp
ભણતર Post Graduate
વ્યવસાય સામાજીક કાર્યકર્તા
પિતાનું નામ સ્વગત.શ્રી જામુન પાસવાન
માતાનું નામ સ્વગત. શ્રીમતિ સિયા દેવી
જીવનસાથીનું નામ શ્રીમતિ રીના પાસવાન
જીવનસાથીનો વ્યવસાય સામાજીક કાર્યકર્તા
દીકરા 1
દીકરી 3

સંપર્ક

કાયમી સરનામુ ગામ. અને પી.ઓ. શહરબન્ની, મંત્રી ટોલા બેલહી, જિલ્લો-ખગડિયા-851204, બિહાર
હાલનું સરનામું 12, જનપથ, ન્યુ દિલ્હી - 110 011
સંપર્ક નંબર 01123017681
ઈમેલ ramvilas.p@sansad.nic.in
વેબસાઈટ ljp.co.in

રસપ્રદ તથ્યો

રામવિલાસ પાસવાન આઠ વખત લોકસભા સભ્ય અને પૂર્વ રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. તે 2002માં વિચાર શક્તિના અધ્યક્ષ રહી ચૂકયા છે. તેઓ એસસી/ એસટી કલ્યાણ સમિતિ 1977-78, ડીડીએ સલાહકાર પરિષદ 1980-85 સંસદીય રાજભાષા સમિતિ, 1980-85 અને 1989-95 એઆઈઆઈએમએસ સલાહકાર સમિતિ, 1991-96 ન્યાયાલય, જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય, 1998-99, ભારત-ત્રિનિદાદ અને ટોબેગો સંસદીય મૈત્રી સમૂહ(જુલાઈ 2010)ના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ ચેસમાં પણ રસ ધરાવે છે.

રાજકીય સમયરેખા

 • 2015
  29 જાન્યુ. 2015: તેઓ સામાન્ય હેતુ સમિતિના સભ્ય બન્યા.
 • 2014
  તેઓ 16મી લોકસભા(9મા કાર્યકાળ) માટે ફરીથી ચૂંટાયા. 27 મે 2014: તેઓ ઉપભોક્તા, ખાદ્ય અને જાહેર વિતરણ મામલાાના કેન્દ્રિય કેબિનેટ પ્રધાન બન્યા.
 • 2013
  તેઓ રાજ્યસભાના નિયમ સમિતિના સભ્ય હતા.
 • 2011
  માનવ સંસાધન વિકાસ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય.
 • 2010
  જુલાઈ 2010-મે 2014: તેઓ રાજ્યસભાના સભ્ય હતા. ઓગસ્ટ. 2010: તેઓ પર્સનલ, જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાય અંગેની સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય હતા. સપ્ટે. 2010:યાચિકાની સમિતિના સભ્ય. સપ્ટે. 2010 - સપ્ટે. 2011: સલાહકાર સમિતિ, શહેરી વિકાસ મંત્રાલયના સભ્ય.
 • 2004
  તેઓ 14મી લોકસભા(8માં કાર્યકાળ) માટે ફરીથી ચૂંટાયા. તેમણે એરજેડીના છેદી પ્રસાદને 105,504 મતથી હરાવ્યા. 23 મે 2004 - 22 મે 2009: તેઓ રસાયણ અને ખાતર તેમજ સ્ટીલ વિભાગના કેન્દ્રિય કેબિનેટ મંત્રી રહ્યા.
 • 2001
  1 સપ્ટે. 2001- 29 એપ્રિલ 2002:તેઓ કોલસા અને ખાણ વિભાગના કેન્દ્રિય કેબિનેટ મંત્રી હતા.
 • 1999
  તેઓ 13મી લોકસભા(છઠ્ઠા કાર્યકાળ) માટે ફરીથી ચૂંટાયા. તેમણે જેડી(યુ)ના રામાણી રામને 2,37,801 મતથી હરાવ્યા. 13 ઓક્ટો. 1999- 1 સપ્ટે. 2001: તેઓ સંચાર વિભાગના કેન્દ્રિય કેબિનેટ મંત્રી હતા.
 • 1998
  તેઓ 12મી લોકસભા(છઠ્ઠા કાર્યકાળ) માટે ફરીથી ચૂંટાયા. તેમણે એસજેપી(આર)ના રામ સુંદર દાસને 177,561 મતોથી હરાવ્યા. જનતાદળના સંસદીય પાર્ટીના નેતા
 • 1998
  1998-99: તેઓ સામાન્ય હેતુ સમિતિના સભ્ય હતા. રેલ્વેના સ્થાયી સમિતિના સભ્ય હતા. ગૃહ વિભાગના સલાહકાર સમિતિના સભ્ય હતા.
 • 1996
  તેઓ 11મી લોકસભા(પાંચમા કાર્યકાળ) માટે ચૂંટાયા. સદનના નેતા, (11મી લોકસભાના કાર્યકાળ દરમિયાન, પ્રધાનમંત્રી, સર્વશ્રી એચડી ગૌડા અને આઈ.કે,ગુજરાલ બંને રાજ્યસભાના સભ્ય હતા, જેથી શ્રી પાસવાનને સદન, લોકસભાના નેતા તરીકે નામિત કરવામાં આવ્યા.) પછી તેઓ વેપાર સલાહકાર સમિતિના સભ્ય બન્યા.
 • 1996
  1996-98:કેન્દ્રિય કેબિનેટ મંત્રી, રેલ્વે મંત્રાલય 1 જૂન 1996-29 જૂન 1996: સંસદીય કાર્ય મંત્રાલયના મંત્રી હતા.
 • 1991
  તેઓ 10મી લોકસભા(ચોથા કાર્યકાળ) માટે ફરીથી ચૂંટાયા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અશોક કુમારને 2,60,484 મતથી હરાવ્યા. વેપાર સલાહકાર સમિતિના સભ્ય, ગૃહ મામલાની સ્થાયી સમિતિના સભ્ય બન્યા.
 • 1989
  તેઓ 9મી લોકસભા(ત્રીજા કાર્યકાળ) માટે ફરીથી ચૂંટાયા. તેમણે ભારતી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના મહાબીર પાસવાનને 50,4848 મતોથી હરાવ્યા. 1989-90 સુધી કેન્દ્રિય કેબિનેટ મંત્રી, શ્રમ અને કલ્યાણ મંત્રી રહ્યા.
 • 1988
  1988-90: તેઓ રાષ્ટ્રીય મોરચના સચિવ અને જનતા દળના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી હતા.
 • 1987
  1987-88: તેઓ જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ હતા.
 • 1985
  1985-86:તેઓ લોકદળના રાષ્ટ્રીય મહાસચિવ હતા.
 • 1983
  1983: તેઓ દલિત સેનાના સ્રાથાપક અને રાષ્ટ્રીય પ્રમુખ હતા.
 • 1982
  1982-84: તેઓ લોકસભામાં લોક દળના નેતા હતા.
 • 1980
  તેઓ 7મી લોકસભા(બીજા કાર્યકાળ) માટે ફરીથી ચૂંટાયા.
 • 1977
  તેઓ છઠ્ઠી લોકસભા માટે ચૂંટાયા હતા.
 • 1974
  તેઓ લોક દળ બિહારના જનરલ સેક્રેટરી હતા.
 • 1970
  તેઓ એસએસપી બિહારના સંયુક્ત સચિવ હતા.
 • 1969
  રામ વિલાસ પાસવાન બિહાર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા.
કુલ સંપત્તિ96.42 LAKHS
સંપત્તિ96.42 LAKHS
જવાબદારીઓN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

સોશ્યિલ

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X