એક અભિનેત્રીથી રાજનેત્રી બનેલી અને 6 વખત તમિલનાડુની મુખ્યમંત્રી બનેલી જયલલિતાએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત 1961માં કન્નડ ફિલ્મ 'શ્રી શૈલા મહાથમે' માટે એક બાલ કલાકર તરીકે શરૂ કરી. વર્ષ 1965માં તેમણે તમિલ સિનેમામાં સીવી શ્રીધરની ફિલ્મ 'વેનિરા આડાઈ'થી ડેબ્યુ કર્યુ હતુ. પછી 28 ફિલ્મોમાં રામચંદ્રન(એમજીઆર) અને 17 ફિલ્મોમાં શિવાડી ગણેશની સાથે અભિનય કર્યો. તેમણે એક્ટિંગ માટે અનેક પુરસ્કારો મેળવ્યા છે. જયલલિતાએ એમજીઆર દ્વારા સ્થાપિત અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝાગમ(એઆઈએડીએમકે)માં શામેલ થઈ પોતાના રાજકીય કેરિયરની શરૂઆત કરી. તે 1984 અને 1989 દરમિયાન રાજ્યસભાના સભ્ય તરીકે સેવારત રહ્યા. 1987માં એમજીઆરના મૃત્યુ બાદ તેઓ 1989માં એઆઈએડીએમકેની સુપ્રિમો બની અને 1991માં તમિલનાડુની સત્તા પર કબજો કરી લીધો. તેઓ તમિલનાડુમાં પહેલા પૂર્ણ કાર્યકાળ વાળી
મુખ્યમંત્રી બની. તેમના 6 વખત મુખ્યમંત્રી બન્યાના પોતાના કાર્યકાળ દરમિયાન તેમને બેનામી સંપતિ મામલે દોષી જાહેર કરાયા. 75 દિવસથી વધુ હૉસ્પિટલમાં દાખલ થયા બાદ 5 ડિસેમ્બર 2016માં તેમનું મૃત્યુ થયુ અને તેમનું મૃત્યુ વિવાદોમાં ફસાયુ.
| આખું નામ | સેલ્વી જે. જયલલિતા |
| જન્મતારીખ | 24 Feb 1948 |
| મૃત્યુની તારીખ | 05 Dec 2016 (ઉમર 68) |
| જન્મસ્થળ | મેલુ કોટે, મંડ્યા, મૈસૂર, કર્ણાટક |
| પાર્ટીનું નામ | All India Anna Dravida Munnetra Kazhagam |
| ભણતર | 10th Pass |
| વ્યવસાય | અભિનેત્રી, રાજનેતા, લેખિકા, નૃત્યાંગના |
| પિતાનું નામ | જયારામ |
| માતાનું નામ | વેદવલ્લી |
| જીવનસાથીનું નામ | - |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.