શ્રેયાંસી સિંહ રમતગમત સાથે જોડાયેલ પ્રખ્યાત નામ છે, તેઓ દિલ્હીની હંસરાજ કોલેજથી આર્ટ ગ્રેજ્યુએટ અને ફરીદાબાદની માનવ રચના વિશ્વવિદ્યાલય કોલેજથી MBA કરેલું છે. ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં 2018 કોમનવેલ્થ ગેમ્સના શૂટિંગમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો અને 2014માં ગ્લાસગોમાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે મહિલા ડબલ ટ્રેપ અને રજતચંદ્રક જીત્યા.
શ્રેયાંસી સિંહ ગિધૌરના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના માતાપિતા સ્વ. દિગ્વિજય સિંહ અને શ્રીમતી પુતુલ કુમારી બંને સંસદ સભ્ય રહી ચૂક્યાં છે અને તેમના પિતા અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની એનડીએ સરકારમાં કેન્દ્રીય પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે.
શ્રેયાંસી સિંહને વારસામાં શૂટિંગ સ્પોર્ટ્સ મળ્યું, કેમ કે તેમના પિતા અને દાદા સ્વ સુરેન્દ્ર સિંહ પોતાના જીવનકાળ દરમ્યાન નેશનલ રાઈફલ એસોસિએશન ઑફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે. શૂટિંગ સ્પોર્ટ્સમાં શ્રેષ્ઠ ખ્યાતી બદલ ભારત સરકારે તેમને અર્જુન અવોર્ડથી સમ્માનિત કર્યાં.
રાજકીય કુટુંબમાંથી આવતાં હોવાથી શ્રેયાંસી સિંહે 30 વર્ષની નાની ઉંમરે જ પોતાની રાજકીય કારકીર્દિ શરૂ કરી દીધી અને જામુઈ સીટ પરથી બિહાર વિધાનસભા ચૂંટણી લડ્યાં હતાં અને જીત્યાં પણ હતાં.
| આખું નામ | શ્રેયાંસી સિંહ |
| જન્મતારીખ | 29 Aug 1991 (ઉમર 34) |
| જન્મસ્થળ | જામુઈ |
| પાર્ટીનું નામ | Bharatiya Janta Party |
| ભણતર | MBA |
| વ્યવસાય | ખેલાડી, નેતા |
| પિતાનું નામ | દિગ્વિજય સિંહ |
| માતાનું નામ | પુતુલ કુમારી |
| ધર્મ | હિન્દુ |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.