• search
હોમ
 » 
રાજકારણીઓ
 » 
સિદ્દારમૈયા

સિદ્દારમૈયા

જીવનચરિત્ર

સિદ્દારમૈયા કર્ણાટકનામુખ્યમંત્રી હતા અને 2013માં તેમણે પોતાનો પદભાર સંભાળ્યો હતો. વ્યવસાયે તેઓ વકીલ, પ્રોફેસર છે. તેમણે નાનજુંડા સ્વામીના સમાજવાદી યુવાજન સભાથી પોતાના કેરિયરની શરૂઆત કરી. તેમણે 1978 સુધી જુનિયર વકીલ તરીકે કામ કર્યુ. તેઓ કર્ણાટક વિધાનસભામાં વિવિદ પદે રહ્યા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એક મહત્વના વ્યકિત છે. આ પહેલા તેમણે જેડીએસના નેતા તરીકે કામ કર્યુ અને રાજ્યના ઉપમુખ્યમંત્રી બન્યા. તેઓ કુરુબા સમુદાયના નેતા છે. એચ.ડી દેવગૌડા સાથે મતભેદો બાદ 2005-06માં સિદ્ધારમૈયાને જેડી(એસ)થી સસ્પેન્ડ કરી દેવાયા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં શામેલ થયા બાદ વર્તમાનમાં તેઓ સમન્વય સમિતિના અધ્યક્ષ છે. જે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનનું સમન્વય કરે છે.

અંગત જીવન

આખું નામ સિદ્દારમૈયા
જન્મતારીખ 12 Aug 1948 (ઉમર 72)
જન્મસ્થળ મૈસૂર
પાર્ટીનું નામ Indian National Congress
ભણતર Graduate Professional
વ્યવસાય રાજનેતા
પિતાનું નામ સિદ્ધારામ ગૌડા
માતાનું નામ બોરામા ગૌડા
જીવનસાથીનું નામ પાર્વતી સિદ્ધારમૈયા
જીવનસાથીનો વ્યવસાય ગૃહિણી
દીકરા 2

સંપર્ક

કાયમી સરનામુ એમસી સેઆઉટ, વિજયનગર વૉટર ટેંકની પાસે, બેંગલોર
હાલનું સરનામું કાવેરી, નં 1,વિંડસર મનોર મંડળ, બૈંગલોર
સંપર્ક નંબર 9448054400
સોશ્યિલ હેન્ડલ

રસપ્રદ તથ્યો

સિદ્દારમૈયાના માતા પિતા ઈચ્છતા હતા કે તેઓ ડૉક્ટર બને, જો કે તેમણે વકીલ બનવાનો નિર્ણય કર્યો. પણ ભૂલથી તેઓ રાજકારણમાં આવી ગયા. ભુખ મુક્ત કર્ણાટક જોવાની તેમની ઈચ્છા છે. જેને કારણે તેમણે ઈન્દિરા કેંટીન બનાવડાવી. 2018માં તેમણે પોતાનું 13મું રાજ્ય બજેટ પ્રસ્તુત કરી એક
રેકોર્ડ સ્થાપિત કર્યો. 2010માં સિદ્ધારમૈયાએ બેંગલોરના રેડ્ડી બ્રદર્સ વિરુદ્ધ બલૈરી માં 320 કીમીની
પદયાત્રા કરી. કર્ણાટક રાજકારણમાં આ એક પ્રમુખ ઘટના છે. તેઓ બલૈરી ચલો દ્વારા ગેરકાયદેસર માઈનિંગ અને ભ્રષ્ટ બીજેપી સરકારને ટાર્ગેટ કરી હતી.

રાજકીય સમયરેખા

 • 2018
  તેમણે ફરી વરુણા મતવિસ્તારથી જીત મેળવી અને ત્યાના ધારાસભ્ય બન્યા. હાલમાં તેઓ સંકલન સમિતિના ચેરમેન છે જે કૉંગસ-જેડીએસ ગઠબંધન સરકારનું સંકલન કરે છે
 • 2013
  સિદ્ધારમૈયાએ કર્ણાટકના 22 મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમણે 2018 સુધી આ પોસ્ટ પર સેવા આપી. તેઓ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા જેમણે 1977 પછી પાંચ વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ પૂરોં કર્યો હતો.
 • 2008
  વરુણા મતવિસ્તારમાંથી તેઓ કર્ણાટક વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
 • 2006
  તેમણે ડિસેમ્બર 2006માં આયોજિત ચામુંડેશ્વરી ઉપચૂંટણી જીતી. તેમણે જેડી(એસ)ના એમ શિવબાસ્પાને માત્ર 257 મતથી હરાવ્યા.
 • 2005
  તેમને જેડીએસમાંથી સસ્પેન્ડ કર્યા બાદ તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા.
 • 2004
  તેમણે ફરીથી કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા.
 • 1999
  સિદ્ધારમૈયા વિધાનસભાની ચૂંટણી હારી ગયા.
 • 1996
  તેઓ પૂર્વ મુખ્યમંત્રી જે.એસ પટેલના શાસનકાળમાં કર્ણાટક રાજ્યના ઉપમુખ્યમંત્રી બન્યા.
 • 1994
  તેઓ કર્ણાટક વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે નાણામંત્રી નિયુક્ત કરવામાં આવ્યા.
 • 1992
  તેમને જનતા દળના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
 • 1989
  1989 ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કૉંગ્રેસના નેતા એમ. રાજશેખર મૂર્તિ દ્વારા હારનો સ્વાદ માણ્યો હતો.
 • 1985
  સિદ્ધારમૈયાએ મધ્ય-ગાળાની ચૂંટણી લડી અને તેજ મત વિસ્તારથી ફરી ચૂંટાયા. તેઓ પશુપાલન અને પશુ ચિકિત્સા સેવા વિભાગના મંત્રી બન્યા.
 • 1983
  સિદ્ધારમૈયા ચામુંડેશ્વરી મત વિસ્તારથી કર્ણાટક વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા, તેમણે ભારતીય લોકદળની ટીકીટ પર ચૂંટણી લડી હતી.
 • 1978
  સિદ્દારમૈયા મૈસુરના વકીલ નનજુંડા સ્વામીના સંપર્કમાં આવ્યા. તેમણે તેમને ચૂંટણી લડવા માટે આગ્રહ કર્યો. પાછળથી તેઓ મૈસુર તાલુકામાં ચૂંટાયા હતા

અગાઉનો ઇતિહાસ

 • 1968
  1968ની આસપાસ સિદ્દારમૈયાને મૈસુરના એક પ્રસિદ્ધ વરિષ્ઠ વકીલ ચિક્કોબોરાયાહ હેઠળ જૂનિયર વકીલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. પછી સિદ્ધારમૈયાએ કેટલીક લૉ કૉલેજમાં કાયદો પણ ભણાવ્યો.
કુલ સંપત્તિ15.5 CRORE
સંપત્તિ20.37 CRORE
જવાબદારીઓ4.86 CRORE

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

સોશ્યિલ

આલ્બમ

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X