Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સ્મૃતિ જુબિન ઇરાની

સ્મૃતિ  જુબિન ઇરાની
અભિનેત્રીથી રાજનીતિજ્ઞ બનેલી સ્મૃતિ જુબીન ઇરાનીનો જન્મ દિલ્હી સ્થિત મધ્યમ વર્ગીય પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા અજય કુમાર મલ્હોત્રા પંજાબી પરિવારમાંથી આવે છે.
By Rashmi | Tuesday, April 30, 2019, 01:49:14 PM [IST]

સ્મૃતિ જુબિન ઇરાની જીવનચરિત્ર

અભિનેત્રીથી રાજનીતિજ્ઞ બનેલી સ્મૃતિ જુબીન ઇરાનીનો જન્મ દિલ્હી સ્થિત મધ્યમ વર્ગીય પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા અજય કુમાર મલ્હોત્રા પંજાબી પરિવારમાંથી આવે છે. તેઓ એક નાનકડી કુરિયર કંપની ચલાવે છે. તેમની માતા બંગાળી છે. સ્મૃતિ ઈરાનીને ભારતની સૌથી પ્રગતિશીલ મહિલા રાજકારણી ગણવામાં આવે છે.શરૂઆતમાં, તેમણે ભાજપના મહિલા વિંગની સેવા કરી હતી અને ત્યારબાદ ગુજરાતથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. તેઓ કૉંગ્રેસના નેતા કપિલ સિબલ સામેની વિધાનસભાની ચૂંટણી લડ્યા અને રાહુલ ગાંધી સામે લોકસભાની ચૂંટણી લડ્યા. તેઓ બન્નેમાં હારી ગયા. તેમણે 2014 ના મધ્યથી 2016 ના વચ્ચે એચઆરડી પ્રધાન તરીકે કામ કર્યું હતું. હાલમાં તેઓ ભારત સરકારના કાપડ પ્રધાન છે.

વધુ વાંચો

સ્મૃતિ જુબિન ઇરાની અંગત જીવન

આખું નામ સ્મૃતિ જુબિન ઇરાની
જન્મતારીખ 23 Mar 1976 (ઉમર 49)
જન્મસ્થળ નવી દિલ્હી
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર 12th Pass
વ્યવસાય અભિનેત્રી
પિતાનું નામ અજય કુમાર મલ્હોત્રા
માતાનું નામ શિબાની બાગચી
જીવનસાથીનું નામ જુબિન ઈરાની
જીવનસાથીનો વ્યવસાય વ્યવસાયી
સંતાન 1 પુત્ર 1 પુત્રી
ધર્મ હિન્દુ

સ્મૃતિ જુબિન ઇરાની કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹17.4 CRORE
સંપત્તિ
₹17.57 CRORE
જવાબદારીઓ
₹16.56 LAKHS

સ્મૃતિ જુબિન ઇરાની વિશે રસપ્રદ તથ્યો

સ્મૃતિ ઇરાનીએ હૉલી ચાઈલ્ડ, ઓક્સિલિયમ, દિલ્હી અને સ્કૂલ ઓફ કૉર્પોસ્પોન્ડનમાં શિક્ષણ લીધું છે અને હાલમાં તેણી દિલ્હી યુનિવર્સિટીમાં નામાંકિત છે. તેઓ વિવિધ બિન સરકારી સંસ્થાઓ જેવી કે કેન્સર પેશન્ટ સપોર્ટ એસોસિએશન અને વત્સલ્ય સ્ટ્રીટ કિડ્સ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે.સ્મૃતિ ઈરાની , મોન્ટે કાર્લો ટેલિવિઝન ફેસ્ટિવલ ખાતે દેશનું પ્રતિનિધિત્વ કરરનાર પ્રથમ ભારતીય બન્યા. તેણીને ડબ્લ્યુએચઓ-ઓઆરએસ પ્રોગ્રામ અંતર્ગત 3 વર્ષ માટે યુએસઆઈડી દ્વારા ભારતની ગુડવિલ એમ્બેસેડર તરીકે નિમવામાં આવી. 2007 માં, સ્મૃતિએ ખુદના જ એનજીઓ, પીપલ ફોર ચેન્જની સ્થાપના કરી. પીપલ્સ ફોર ચેન્જ નાસિકમાં સ્પોર્ટ્સ સ્કોલરશીપ પ્રદાન કરે છે; ગ્રામીણ ભારતમાં પીવાના પાણીની યોજનાઓ શરૂ કરવામાં આવી છે; તદુપરાંત મહારાષ્ટ્રના 35 થી વધુ ગામોએ બોરવેલની સુવિધાઓ પૂરી પાડી છે, 2007 મુંબઈ પૂરની વાત કરીએ તો, 92.5 એફએમ રેડિયો સ્ટેશન સાથે મળીને, 10 ટન રાહત સામગ્રી એકત્રિત અને વિતરણ કરવામાં આવી હતી. આ સંસ્થા આર્થિક રીતે નબળી પૃષ્ઠભૂમિ ધરાવતા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ પણ પૂરી પાડે છે અને મહિલાઓ માટે ' મહિલા અને નાણાં' તરીકે ઓળખાતા નાણાકીય કાર્યક્રમોનું આયોજન કરે છે.

સ્મૃતિ જુબિન ઇરાની ની સિદ્ધિઓ

ઇન્ડિયન ટેલિવિઝન એકેડેમી દ્વારા 7 વર્ષ માટે સતત શ્રેષ્ઠ અભિનેત્રી.
ઇન્ડો અમેરિકન સોસાયટી યંગ અચિવર્સ પુરસ્કાર.
2001, 2002, 2003 અને 2005 માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી-નાટક માટે આઇટીએ પુરસ્કાર.
આઇટી, 2004 માં શ્રેષ્ઠ અભિનેત્રી
2002 અને 2003 માં શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો ભારતીય ટેલિ-એવોર્ડ અને 2003 માં સર્વ શ્રેષ્ઠ ટીવી પર્સનાલિટી, 2010 માં આઇટીએ માઇલસ્ટોન એવોર્ડ. આ દરેક આઈટીએ અને ટેલિ-એવોર્ડ ટીવી સીરિયલ 'ક્યુકી સાસ ભી કભી બહુ થી' માં તેમના ઉત્કૃષ્ટ અભિનય માટે આપવામાં આવ્યા હતા. આ સિવાય, તેમને ટીવી સિરિયલ 'વિરુદ્ધ' માટે ભારતીય ટેલી પુરુસ્કારમાં શ્રેષ્ઠ અભિનેત્રી (જ્યુરી) એવોર્ડ એનાયત કરાયો હતો.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+