• search
હોમ
 » 
રાજકારણીઓ
 » 
શ્રીમતિ કિરણ ખેર

શ્રીમતિ કિરણ ખેર

જીવનચરિત્ર

શ્રીમતિ કિરણ ખેરે એક નાયકીય કલાકાર તરીકે પોતાના કેરિયરની શરૂઆત કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો. તેમનો જન્મ 14 જૂન 1955માં જાટ શીખ પરિવારમાં થયો અને ચંદીગઢમાં તેઓ મોટા થયા. કિરણે ચંદીગઢમાં પોતાનો સ્કુલ અભ્યાસ કર્યો અને પછી પંજાબ વિશ્વ વિદ્યાલય, ચંદીગઢના ભારતીય રંગમંચ વિભાગથી સ્નાતકની ઉપાધિ લીધી. તેમણે ગૌતમ બેરી સાથે લગ્ન કર્યા જે એક વેપારી છે અને તેનાથી તેમનો એક દિકરો છે. પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. 1985માં કિરણને પોતાનો સાચો પ્રેમ અનુપમ ખેરમાં મળ્યો અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. કિરણ ખેરે 1983માં પંજાબી ફિચર ફિલ્મ 'અસર પ્યાર દા' થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી. કિરણ ઉપરાંત અન્ય ત્રણ ભાઈ-બહેન છે. તેમના ભાઈ કલાકાર અમરદીપ સિંહનું મુત્યુ 2003માં થયુ. તેમની બંને બહેનોમાંની એક અર્જુન પુરસ્કાર વિજેતા છે, જે બેડમિન્ટનની ખેલાડી કંવલ ઠાકર કૌર છે. તેમની બીજી બહેન સરનજીત કૌર સિંધુ ભારતીય નૌકાદળના એક સેવાનિવૃત વરિષ્ઠ અધિકારીની પત્ની છે.

અંગત જીવન

આખું નામ શ્રીમતિ કિરણ ખેર
જન્મતારીખ 01 Jan 1970 (ઉમર 51)
જન્મસ્થળ બેંગલોર(કર્ણાટક)
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Post Graduate
વ્યવસાય ફિલ્મ/ રંગમંચ/ ટેલિવિઝન અભિનેત્રી, સામાજીક કાર્યકર્તા
પિતાનું નામ લેફ્ટનન્ટ કર્નલ ઠાકર સિંહ
માતાનું નામ શ્રીમતિ દલજીત કૌર
જીવનસાથીનું નામ શ્રી અનુપમ ખેર
જીવનસાથીનો વ્યવસાય અભિનેતા
દીકરા 1

સંપર્ક

કાયમી સરનામુ કોઠી નંબર. 65, સેક્ટર 8-એ, ચંદીગઢ-16001809820067678 (મો)
હાલનું સરનામું ફેલ્ટ. નંબર 704, બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટ, ડૉ. બિશ્મબર દાસ, નવી દિલ્હી-110 00109003336909 (મો)
સંપર્ક નંબર 09820067678
ઈમેલ kirron.kher@sansad.nic.in
વેબસાઈટ https://www.india.gov.in/my-government/indian-parliament/kirron-anupam-kher
સોશ્યિલ હેન્ડલ

રસપ્રદ તથ્યો

કિરણ ખેર પોતે પણ બેડમિન્ટન ખેલાડી છે. તેણી રાષ્ટ્રીય સ્તરે બોલીવુડ અભિનેત્રી દિપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ સાથે પણ રમ્યા છે. કિરણ ખેર પાસે સાડીઓને પસંદ કરવાની ઉત્તમ કળા છે. તેઓ ઉત્તમ ક્વોલીટીની સાડીઓ ઓન-સ્કીન પહેરે છે. તેમને મૂલાંકમાં દ્રઢ વિશ્વાસ છે જેથી 2003માં તેમણે મૂલાંકને આધારે પોતાનું નામ "કિરન" થી "કિરણ" બદલ્યુ. તેમણે પોતાનું પહેલું નામ છોડી દીધુ અને લોકો તેમને કિરણ ખેરના નામથી ઓળખવા લાગ્યા. તેણી એક ફૂડી મહિલા છે. તેમને સમોસા અને તમામ પંજાબી ફુડ્સ પસંદ છે. 2009માં તેઓ 'ઈન્ડિયાઝ ગૉટ ટેલેન્ટ' શોમાં એક જજ તરીકે દેખાયા.

રાજકીય સમયરેખા

 • 7 Jan 2015
  તેણી ભારતીય વિશ્વ મામલાની પરિષદ (આઈસીડબલ્યુએ)ની સભ્ય બની.
 • 5 July 2016
  કેન્દ્રિય રાજ્ય મંત્રી ટેક્સટાઈલ મંત્રાલય
 • 2014
  કિરણ ખેર 16મી લોકસભા માટે ચૂૂંટાયા. તેમણે કોંગ્રેસ પાર્ટીના પવન કુમાર બંસલને હરાવ્યા.
 • 14 August 2014 - 5 July 2016
  તેણી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ સમિતિના સભ્ય બન્યા.
 • 1 Sept 2014 - 5 July 2016
  માનવ સંસાધન વિકાસ હેઠળની સલાહકાર સમિતિના સભ્ય, જળ સંસાધન મંત્રાલય, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ પર રચાયેલી સ્થાયી સમિતિના સભ્ય બન્યા.
 • 1 Sept 2014
  તેમને ગૃહ મામલાની સ્ટેન્ડિંંગ કમિટિના સભ્ય અને સલાહકાર સમિતિ, પર્યટન અને સાંસ્કૃતિ મંત્રાલયના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

અગાઉનો ઇતિહાસ

 • 2009
  તેણી ગૉટ ટેલેન્ટ શ્રૃંખલાની ભારતીય ફ્રેન્ચાઈઝ, ઈન્ડિયાઝ ગૉટ ટેલેન્ટમાં જજ રૂપે દેખાયા.
 • 2004
  લૉસ એન્જલેસ (IFFLA) 2004 ના ભારતીય ફિલ્મ મહોત્સવના વાર્ષિક મહોત્સવમાં તેમને શ્રદ્ધાંજલી અર્પિત કરાઈ.
 • 2003
  તેઓ લોકાર્નો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ, સ્વિત્ઝરલેન્ડ, કરાચી ઈન્ટરનેશનલ ફિલ્મ ફ્રેસ્ટીવલ, કરાચી અને આર્જેન્ટિનામાં સીપી ખાતે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ તેમજ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ખામોશ પાની માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીતી ચૂકી છે.
 • 1999
  તેમણે બંગાળી ફિલ્મ બોરીવલી માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ અવોર્ડ જીત્યો.
 • 1983
  તેણીએ પંજાબી ફિચર ફિલ્મ 'અસર પ્યાર દા' થી પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી.
કુલ સંપત્તિ33.35 CRORE
સંપત્તિ33.53 CRORE
જવાબદારીઓ18.86 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

સોશ્યિલ

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X