Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યશવંત સિન્હા

યશવંત સિન્હા
યશવંત સિન્હા ભૂતપૂર્વ અમલલદાર છે જે પછીથી રાજકારણી બની ગયા. તેમમે લાંબા સમય સુધી ભારતીય જનતા પાર્ટી સાથે કામ કર્યું.
By Zainab Ashraf | Thursday, June 23, 2022, 09:27:33 AM [IST]

યશવંત સિન્હા જીવનચરિત્ર

યશવંત સિન્હા ભૂતપૂર્વ અમલલદાર છે જે પછીથી રાજકારણી બની ગયા. તેમમે લાંબા સમય સુધી ભારતીય જનતા પાર્ટી સાથે કામ કર્યું. આ દરમિયાન તેઓ બે વખત (1990-91 અને 1998-2004) કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. યશવંત સિન્હાએ પોતાની રાજનૈતિક સફરની શરૂઆત 1984માં ચંદ્રશેખરના નેતૃત્વમાં જનતા પાર્ટી સાથે કરી. બાદમાં તેઓ ભાજપમાં સામેલ થયા, પરંતુ નારાજગીના કારણે તેઓ 2021માં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ ગયા. હવે વિપક્ષી દળોએ તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે.

વધુ વાંચો

યશવંત સિન્હા અંગત જીવન

આખું નામ યશવંત સિન્હા
જન્મતારીખ 06 Nov 1937 (ઉમર 88)
જન્મસ્થળ પટના, બિહાર
પાર્ટીનું નામ All India Trinamool Congress
ભણતર Post Graduate, M.A.(1958) From Patna University
વ્યવસાય રાજકારણી
પિતાનું નામ બિપિન બિહારી સરન
માતાનું નામ ધના દેવી
જીવનસાથીનું નામ નીલિમા સિન્હા
જીવનસાથીનો વ્યવસાય લેખિકા
સંતાન 2 પુત્ર 1 પુત્રી
ધર્મ હિન્દુ
વેબસાઈટ yashwantsinha.in

યશવંત સિન્હા કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹3.66 CRORE
સંપત્તિ
₹3.66 CRORE
જવાબદારીઓ
N/A

યશવંત સિન્હા વિશે રસપ્રદ તથ્યો

કંફેશન્સ ઑફ ધી સ્વદેશી રિફોર્મરઃ માય ઈયર્સ એજ ફાઈનાંસ મિનિસ્ટર (2007)ના લેખક છે. તેઓ આઈએએસ હતા, જેઓ બાદમાં રાજનેતા બન્યા.

ભારતીય પ્રશાસનિક સેવાઓમાં સામેલ થતા પહેલાં યશવંત સિન્હાએ પટના વિશ્વવિદ્યાલયમાં રાજનીતિ વિજ્ઞાનની ફેકલ્ટીના રૂપમાં કામ કર્યું.

યશવંત સિન્હા ની રાજકીય સમયરેખા

  • 2021 : યશવંત સિન્હા અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા.
  • 2018 : નરેન્દ્ર મોદીના પ્રશંસક રહેલા યશવંત સિન્હાએ સરકાર અને પાર્ટી સાથે મતભેદ બાદ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો.
  • 2014 : યશવંત સિન્હાએ ચૂંટણીલક્ષી રાજનીતિથી દૂર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. તેના બદલે તેમના મોટા દીકરા જયંત સિન્હાને પાર્ટીની ટિકિટ મળી અને તેમણે પોતાની પહેલી જીત નોંધાવી.
  • 2009 : હજારીબાગથી ભાજપની ટિકિટ પર યશવંત સિન્હા સાંસદ સભ્ય તરીકે ચૂંટાયા.
  • 2004 : યશવંત સિન્હા પહેલીવાર ભાજપના ઉમેદવારના રૂપમાં હજારીબાગ મતદાન ક્ષેત્રથી લોકસભા ચૂંટણી હાર્યા કેમ કે શાઈનિંગ ઈન્ડિયા અભિયાન અંતર્ગત પાર્ટી ચૂંટણીમાં જલદી ગઈ અને જીતવામાં સફળ ના થઈ શકી.
  • 2002 : વાજપેયી સરકારમાં યશવંત સિન્હાનો પોર્ટફોલિયો બદલાયો.
  • 1999 : યશવંત સિન્હાએ ભાજપ ઉમેદવારના રૂપમાં હજારીબાગ લોકસભા ક્ષેત્રથી જીતની હેટ્રિક નોંધાવી અને ભારતના નાણામંત્રીના રૂપમાં કામ કરવાનું ચાલુ રાખ્યું.
  • 1998 : યશવંત સિન્હાએ હજારીબાગ લોકસભા સીટથી બીજીવાર જીત હાંસલ કરી અને અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી બન્યા.
  • 1996 : યશવંત સિન્હા હજારીબાગ મતવિસ્તારથી લોકસભા માટે ચૂંટાયા
  • 1992 : યશવંત સિન્હા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા.
  • 1990 : યશવંત સિન્હાને ચંદ્રશેખરના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારમાં નાણામંત્રીના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ નવેમ્બર 1990થી જૂન 1991 સુધી રહ્યા.
  • 1989 : જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા.
  • 1988 : યશવંત સિન્હા જનતા પાર્ટીના ઉમેદવારના રૂપમાં રાજ્યસભા માટે ચૂંટાયા.
  • 1986 : 1986માં યશવંત સિન્હા જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ નિયુક્ત થયા.
  • 1984 : યશવંત સિન્હાએ જનતા પાર્ટીમાં શામેલ થવા માટે ભારતીય સિવિલ સર્વિસ છોડી દીધી.

અગાઉનો ઇતિહાસ

  • 1960: યશવંત સિન્હા 1960માં ભારતીય સિવિલ સર્વિસમાં સામેલ થયા અને પોતાના કાર્યકાળ દરમિયાન મહત્વપૂર્ણ પદો પર 24 વર્ષોથી વધુ સમય વિતાવ્યો. તેમણે 4 વર્ષ સુધી ઉપ-મંડળ મેજિસ્ટ્રેટ (SDM) અને જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ના રૂપમાં કાર્ય કર્યું.
  • 1958: યશવંત સિન્હાએ પટના વિશ્વવિદ્યાલયથી રાજનીતિ વિજ્ઞાનમાં માસ્ટર્સની ડિગ્રી હાંસલ કરી.

યશવંત સિન્હા ની સિદ્ધિઓ

2015માં યશવંત સિન્હાને ફ્રાંસના સર્વોચ્ચ નાગરિક સમ્માન 'ઑફિસર ઑફ ધી લીજન ઑફ ઑનર'થી સમ્માનિત કરવામાં આવ્યા.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+