Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જોરામથંગા

જોરામથંગા
જોરામથંગા પૂર્વોત્તર ભારતના સક્રિય રાજનેતા છે અને વર્તમાનમાં તેઓ મિઝોરમના મુખ્યમંત્રી છે.
જોરામથંગા ડિસેમ્બર 1998થી ડિસેમ્બર 2008 સુધી સતત બીજા કાર્યકાળમાં રાજ્યના મુખ્યમંત્રી રહ્યા.
By Rashmi | Thursday, May 30, 2019, 02:48:00 PM [IST]

જોરામથંગા જીવનચરિત્ર

જોરામથંગા પૂર્વોત્તર ભારતના સક્રિય રાજનેતા છે અને વર્તમાનમાં તેઓ મિઝોરમના મુખ્યમંત્રી છે.
જોરામથંગા ડિસેમ્બર 1998થી ડિસેમ્બર 2008 સુધી સતત બીજા કાર્યકાળમાં રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. મિઝોરમ પહેલા અસમનો ભાગ હતુ. તેને અલગ રાજ્યનો દરજ્જો અપાવવાની માંગ સાથે થયેલા આંદોલનમાં મિઝો નેશનલ ફ્રન્ટના બેનર હેઠળ જોરામથંગાએ પોતાના નેતા લાલડેંગાના નેતૃત્વ હેઠળ અનેક પહેલ કરી. જોરામથંગાના પાંચ ભાઈ અને ત્રણ બહેનો છે. જેમાં તેઓ બીજા નંંબરના ભાઈ છે. જોરામથંગાએ પોતાનું પ્રાથમિક શિક્ષણ 1950 થી 1960 સુધી પોતાના ગૃહ જનપદમાં પૂરૂં કર્યુ. 1956માં તેઓ સાઉથ ખૉબંગ જતા રહ્યા જ્યાં તેમણે પોતાનું છઠ્ઠુ ધોરણ પૂરું કર્યુ. 1957થી 1960 સુધી તેમણે ચંપાઈ ગાંધી મેમોરિયલ હાઈસ્કૂલમાં દસમા સુધી અભ્યાસ કર્યો. કૉલેજ શિક્ષણ તેમણે મણીપુરની ડીએમ કૉલેજથી પૂરું કર્યુ. સ્નાતકની ડીગ્રી મેળવ્યા બાદ તેઓ મિઝો નેશનલ ફ્રન્ટમાં શામેલ થયા અને મિઝો ફ્રીડમ મુવમેન્ટમાં આગળ ચાલી જોડાયા.

વધુ વાંચો

જોરામથંગા અંગત જીવન

આખું નામ જોરામથંગા
જન્મતારીખ 13 Jul 1944 (ઉમર 81)
જન્મસ્થળ ચંપાઈ
પાર્ટીનું નામ Mizo National Front
ભણતર Graduate
વ્યવસાય રાજનેતા
પિતાનું નામ દરફુંગા
માતાનું નામ વંચનુઆઈચિંગી
જીવનસાથીનું નામ રૉનીહસાંગી
જીવનસાથીનો વ્યવસાય સરકારી નોકર
સંતાન 1 પુત્ર 1 પુત્રી

જોરામથંગા કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹2.18 CRORE
સંપત્તિ
₹2.18 CRORE
જવાબદારીઓ
N/A

જોરામથંગા વિશે રસપ્રદ તથ્યો

1966 માં જોરામથંગા મિઝો નેશનલ ફ્રન્ટના મિઝો ફ્રિડમ મુવમેન્ટ હેઠળ અંડર ગ્રાઉન્ડ આંદોલનમા
શામેલ થયા અને શહેર છોડી જંગલમાં રહેવા લાગ્યા. જંગલોમાં રહી તેમણે આંદોલનની તમામ પ્રવૃતિને અંજામ આપ્યો. તેમણે રન બંગ વિસ્તારના સચિવ તરીકે ત્રણ વર્ષ સુધી સેવા આપી. આગળ ચાલી તેઓ એમએનએફના પ્રમુખ લાલડેંગાના સચિવ બની ગયા અને પૂર્વી પાકિસ્તાન જે (હવે બાંગ્લાદેશ છે) જતા રહ્યા. વિદ્રોહ દરમિયાન ભારતીય સેનાએ તેમની ધરપકડ કરી અને અસમ
રાઈફલ્સના ક્વાટર ગાર્ડમાં બંધક બનાવીને રાખ્યા.

જોરામથંગા ની રાજકીય સમયરેખા

  • 2018 : જોરામથંગાના નેતૃત્વ હેઠળ એમએનએફએ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને ફરીથી 26 બેઠકો સાથે સત્તામાં પાછા ફર્યા.જોરામથંગાને મિઝોરમના મુખ્યમંત્રી ચૂંટવામાં આવ્યા.આ અગાઉ લાલ થાનહવાલા રાજ્યના સીએમ હતા.
  • 2013 : તેમણે પૂર્વ તુપુઈથી ચૂંટણી લડી પરંતુ ટી સંગકુન્ગા સામે હારી ગયા. તેમની પાર્ટી પણ જીતવામાં નિષ્ફળ ગઈ. એમએનએફને ફક્ત 5 બેઠકો મળી.
  • 2008 : તેઓ ચંપાઈની બે બેઠકોથી વિધાનસભા ચૂંટણી લડ્યા અને બંનેમાંથી હારી ગયા.
  • 1998 : એમએનએફએ પૂર્ણ બહુમતી સાથે વિધાનસભાની ચૂંટણી જીતી અને મિઝોરમના મુખ્ય મંત્રી જોરામથંગા બન્યા. તેમણે મુખ્યમંત્રી તરીકે પોતાના બે કાર્યકાળ એટલે કે 3 ડિસેમ્બર 1998 થી 4 ડિસેમ્બર 2003 અને 4 ડિસેમ્બર 2003 થી 11 ડિસેમ્બર 2008 સુધી સેવા આપી .
  • 1990 : લાલડેંગાના નિધન પછી, તેઓ મિઝો રાષ્ટ્રીય મોરચાના પ્રમુખ બન્યા.
  • 1987 : લાલડેંગા નેતૃત્વ હેઠળ તેમણે નાણા અને શિક્ષણ પ્રધાન તરીકે સેવા આપી.
  • 1986 : જ્યારે મિઝોરમ ભારતનું 23 મું રાજ્ય બન્યુ ત્યારે જોરમથંગાને આંતરમંત્રી સરકારમાં મંત્રી બન્યા.
  • 1979 : તેઓ એમએનએફના ઉપાધ્યક્ષ બન્યા.
  • 1969 : તેઓ પક્ષના અધ્યક્ષ લાલડેંગાના સેક્રેટરી બન્યા. તેમણે આ નોકરી સાત વર્ષ સુધી કરી.
  • 1966 : જોરામથંગા મિઝો નેશનલ ફ્રન્ટમાં જોડાયો અને મિઝો ફ્રીડમ મૂવમેન્ટમાં સક્રિય ભાગ લીધો. તેમણે ત્રણ વર્ષ સુધી રન બંગ વિસ્તારના સેક્રેટરીનું પદ સંભાળ્યુ.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+