અંબાણી બંધુઓની કંપનીઓનું બજાર મૂલ્ય 20000 કરોડ જેટલું ઘટ્યું

reliance-logo
મુંબઇ, 25 માર્ચ : ભારતીય શેરબજારમાં જોવા મળી રહેલો વેચવાલીનો માહોલ માત્ર રોકાણકારો નહીં પણ કંપનીઓનું પણ મૂલ્ય ઘટાડી રહ્યો છે. ગયા એક સપ્તાહના સમયમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપનીઓનું બજાર મૂલ્ય અંદાજે રૂપિયા 20,000 જેટલું ઘટી ગયું છે.

બે લિસ્ટોડ કંપનીઓની આગેવાની કરતા મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું માર્કેટ મૂલ્ય એક જ સપ્તાહમાં 10,700 કરોડ રૂપિયા ઘટીને 2.63 લાખ કરોડ રૂપિયા રહી ગયું છે. તેમાં સૌથી વધારે નુકસાન રિલાયન્સે ભોગવવું પડ્યું છે. બીજી કંપની રિલાયન્સ ઇન્પ્રાસ્ટ્રક્ચર લિમિટેડનું માર્કેટ મૂલ્ય 500 કરોડથી પણ ઓછું છે.

બીજી તરફ અનિલ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ સમૂબની છ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ મૂલ્ય એક સપ્તાહમાં 9,600 કરોડ રૂપિયા ઘટીને 45,620 કરોડ રૂપિયા પર આવી ગયું છે.

પાછલા સપ્તાહમાં સેન્સેક્સમાં જેટલો ઘટાડો નોંધાયો છે તેનાથી વધારે ઘટાડો આ બે સમૂહોની કંપનીઓમાં નોંધાયો છે. રિલાયન્સ સમૂહની 6 લિસ્ટેડ કંપનીઓમાં રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ પાવર, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ મીડિયાવર્ક્સ અને રિલાયન્સ બ્રોડકાસ્ટ લિંમિટેડનો સમાવેશ થાય છે.

તેમાં સૌથી વધારે 3395 કરોડ રૂપિયાનું નુકસાન રિલાયન્સ પાવરને થયું છે. બીજી તરફ આરકોમનું માર્કેટ મૂલ્ય 2590 કરોડ રૂપિયા ઘટીને 11156 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X