For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતી ફિલ્મ હેલ્લારોને બેસ્ટ ફીચર ફિલ્મનો એવૉર્ડ મળ્યો

ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ સોમવારે નવી દિલ્હીમાં એક સમારભમાં 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો રજૂ કર્યા.

|
Google Oneindia Gujarati News

ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ સોમવારે નવી દિલ્હીમાં એક સમારભમાં 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો રજૂ કર્યા. આ પ્રસંગે માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર પણ ઉપસ્થિત રહ્યા હતા. બોલિવુડ સ્ટાર્સ આયુષ્માન ખુરાના અને વિકી કૌશલને અંધાધૂન અને ઉરીમાં તેમની ભૂમિકા માટે સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. ગુજરાતી ફિલ્મ હેલ્લારોને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો.

શ્રેષ્ઠ ફિલ્મ માટે એવોર્ડ

વિકી કૌશલે કહ્યુ કે આ એવોર્ડ મેળવવો તેમના માટે બહુ સમ્માનની વાત છે. કીર્તી સુરેશને તેલુગુ ફિલ્મ મહાનતીમાં સાવિત્રીના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. ગુજરાતી ફિલ્મ હેલ્લારોને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે એવોર્ડ એનાયત કરાયો હતો. આદિત્ય ધરને તેમની પ્રથમ ફિલ્મ ઉરીઃ સર્જીકલ સ્ટ્રાઈક માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો. અંધાધૂનને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. અક્ષય કુમાર અભિનિત પેડમેનને સામાજિક મુદ્દાઓ પરની શ્રેષ્ઠ ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો.

વિશ્વને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી શકાય

વિશ્વને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી શકાય

પોતાના સંબોધનમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ કહ્યુ હતુ કે ફિલ્મો દ્વારા પર્યટન વધારવાની સાથે વિશ્વને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી શકાય છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે 29મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ ભવનમાં અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે. અમિતાભ બચ્ચનની તબિયત સારી ન હોવાથી તે આજના સમારંભમાં આવી શક્યા નથી.

આ પણ વાંચોઃ Big Boss 13 પહેલા સિદ્ધાર્થ-રશ્મિ વચ્ચે આવો હતો રોમાન્સ, જૂનો Video લીકઆ પણ વાંચોઃ Big Boss 13 પહેલા સિદ્ધાર્થ-રશ્મિ વચ્ચે આવો હતો રોમાન્સ, જૂનો Video લીક

મહિલાઓ માટે જીવન ઘણુ સંઘર્ષમય

મહિલાઓ માટે જીવન ઘણુ સંઘર્ષમય

ફિલ્મ હેલ્લારોની વાત કરીએ તો 1975માં ગુજરાતના કચ્છના રણમાં એક નાના ગામમાં સ્થાપિત, એક ઉચ્ચ પિતૃ સત્તાત્મક સમાજ જ્યાં મહિલાઓ માટે જીવન ઘણુ સંઘર્ષમય છે. એક રીતે સામાજિક વસ્તુઓ માટે બનાવવામાં આવેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે શ્રદ્ધા ડાંગર, શચી જોશી, જેનિશા ઘુમરા, નીલમ પંચાલ, તર્જની ભાદલા, વૃંદા નાયક, તેજલ પંચાસર, કૌશાંબી ભટ્ટ, એકતા ભટવાની, કામિની પંચાલ, જાગૃતિ ઠાકોર, રિદ્ધિ યાદવ અને પ્રપિતા મહેતા તેમજ પ્રવીણા મહેતા છે.

English summary
Gujarati movie Hellaro gets best feature film award
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X