ભચાઉ:વાત કરવાની ના પાડતા, મહિલા પર થયો એસિડ અટેક

Subscribe to Oneindia News

કચ્છના ભચાઉ માં હિમંતપુરા વિસ્તારમાં એક મહિલા એસિડ અટેક થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ દૂરના સંબંધી દ્વારા જ મહિલા પર એસિડ જેવા જ્વલનશીન પ્રવાહીથી હુમલો કરવામાં આવ્યો છે. દૂરના સંબંધી જોડે મહિલાએ વાત કરવાની ના પાડતા સંબંધી દ્વારા જ મહિલા પર આ હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. જે બાદ ભચાઉ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.વધુમાં મહિલાને ભચાઉમાં પ્રાથમિક સારવાર આપ્યા પછી ભુજ રીફર કરવામાં આવી છે. હાલ મહિલાની હાલત ગંભીર છે.

Acid attack

નોંધનીય છે કે થોડા સમય પહેલા જ મહેસાણા માં પણ આવી જ રીતે એક યુવતી પર એકતરફી પ્રેમી દ્વારા એસિડ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા એસિડના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. પણ વળી તે ઘટનાને એક વર્ષ જેવું થવા આવતા આવા જ્વલન પદાર્થો પર બે રોકટોક વેચાણ પાછું શરૂ થઇ ગયું હોય તેવું લાગે છે. જેના કારણે જ આવી માસૂમ મહિલાઓને એસિડ અટેક જેવા હુમલાનો ભોગ બનવું પડી રહ્યું છે.

English summary
Acid attack on women by her on relative at Bhachau. Read more here.
Please Wait while comments are loading...