હાર્દિક પટેલે આ રીતે ભાજપની Weak કડીઓ પર મારી તરાપ

Written By:
Subscribe to Oneindia News

હાર્દિક પટેલ બુધવારે મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભાથી થોડી દૂર એક જનસભા કરશે. આમ વાતને ગુજરાત રાજકારણમાં હાર્દિક પટેલનો મોટો પોલિટિકલ સ્ટટં તરીકે જોવામાં આવી રહી છે. એક રીતે હાર્દિક પટેલ ભાજપ અને મોદીને આ દ્વારા ચેલેન્જ ફેંકી હોય તેમ મનાઇ રહ્યું છે. જો કે હાર્દિકની પાછળથી 6 મહિનાની રેલીઓ પર નજર કરીએ તો તમે જાણશો કે હાર્દિક પાછલા લાંબા સમયથી ભાજપની મુશ્કેલીઓ વધારવા પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે ભાજપની તે નબળી કડીઓ શું છે અને કેવી રીતે હાર્દિક પટેલ તેની સબળી અને નબળી કડીઓને ભેગી કરીને ભાજપની મુશ્કેલીઓ વધારી રહ્યા છે તે અંગે વિગતવાર જાણો અહીં.

ગામડામાં હાર્દિકની બોલબાલા

ગામડામાં હાર્દિકની બોલબાલા

નોંધનીય છે કે તે વાત તો બધા જ જાણે છે કે ભાજપને એક શહેરી પાર્ટી માનવામાં આવે છે. પહેલાની ચૂંટણી અને પરિણામો દેખશો તો પણ સમજાશે કે ભાજપ શહેરોમાં વધુ સારા મતે જીત્યું છે જ્યારે ગામડામાં કોંગ્રેસ આગળ રહ્યું છે. હવે હાર્દિક પટેલની અત્યાર સુધીની જનસભા પર નજર કરીએ તો માટે ભાગે તેણે નાના નાના ગામડાઓમાં જનસભા, ચોક પર ચર્ચા જેવા કાર્યક્રમ કર્યા છે. આમ ભાજપ ગામડાઓમાં પહેલાથી નબળી છે ત્યાં જનસભા કરીને તેણે લોકોને તેની તરફ કર્યા છે.

યુવાઓમાં લોકપ્રિયતા

યુવાઓમાં લોકપ્રિયતા

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ એક યુવા નેતા છે. અને તે વાતમાં કોઇ શક નથી કે યુવાઓ હાર્દિક વધુ પસંદ કરી રહ્યા છે. જો કે હાર્દિક પહેલા ભાજપ અને પીએમ મોદીની વિકાસવાદની વાતો યુવાઓને વધુ પસંદ આવતી હતી. સોશ્યલ મીડિયા દ્વારા લાંબા સમયથી ગુજરાતમાં ભાજપ યુવાઓ સાથે જોડાયેલું રહ્યું છે. પણ હાર્દિક પટેલે ધીરે ધીરે કરીને ભાજપના સબળ પાસાને પણ પોતાની તરફ કર્યું છે. જેણે પણ ભાજપની મુશ્કેલી વધારી છે.

વિકાસ vs અનામત

વિકાસ vs અનામત

ભાજપ આટલા વર્ષોથી વિકાસના નામે ચૂંટણી જીતતું આવ્યું છે. તે દર ચૂંટણી નર્મદા, રસ્તા, હાઇવેના નામે જીતતું આવ્યું છે. પણ હાર્દિકે આ મુદ્દા પરથી ધ્યાન હટાવવા અનામત અને રોજગારીના મુદ્દાને હાઇલાઇટ કરવાનું શરૂ કર્યું. જેથી કરીને મોટી સંખ્યામાં યુવાનો હાર્દિક તરફ ખેંચાણા. વળી આટલા વખત સુધી કોંગ્રેસ સિવાય કોઇ મોદી કે ભાજપ સામે કોઇ પક્ષનું ટેગ લીધા વગર ઊભું રહેવાની ક્ષમતા નહતું ધરાવતું. હાર્દિકે આવીને આ ખાલી જગ્યા પોતાના નામે કરી લીધી.

સમાજનો સાથ

સમાજનો સાથ

ભાજપ આટલા વખતથી ચૂંટણી જીતતું આવે છે કારણ કે પાટીદારોને તેનું જબરદસ્ત સમર્થન છે. પણ હવે તેની તાકાત જ તેની વિરુદ્ધ કરવામાં સફળતા હાર્દિક પટેલે મેળવી છે. ધીરે ધીરે કરીને તેણે એક સમયે પાક્કા ભાજપી ગણાતા પાટીદારોને પોતાની તરફ કર્યા છે. ચોક્કસથી હજી પણ વેપારી પાટીદાર સમાજ ભાજપની સાથે જ છે. પણ જેની પાસે પૈસો અને પાવર બન્ને નથી અને જેને તે મેળવવું છે તેવો પાટીદાર સમાજ કે હાર્દિક સાથે છે.

English summary
Gujarat Elections 2017 : This is how Hardik patel targeted BJP's weak points in this elections.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.