Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નવસારીમાં આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજની ઘટના, 40થી વધુ લોકોને અસર

નવસારીના બીલીમોરામાં એક આઈસ ફેક્ટરીમાં અચાનક એમોનિયા ગેસ લીક થતા 40થી વધુ લોકોને અસર થવા પામી હતી.

નવસારીના ગણદેવી તાલુકાના બીલીમોરામાં ગેસ લીકેજના સમાચાર સામે આવી રહ્યા છે. આઈસ ફેક્ટરીમાંથી ગેસ લીકેજ થથા 40થી વધુ લોકોને અસર થઈ છે. એક વ્યક્તિને શ્વાસ લેવાની તકલીફ થતા ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબુમાં લઈ લીધી છે.

gas leak

મળતી માહિતી મુજબ બીલીમોરાના સરદાર માર્કેટ પાસે આવેલી હરિસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના બની છે. ફેક્ટરીમાં અચાનક એમોનિયા ગેસ લીકેજ થવાનો શરુ થઈ ગયો હતો. હરિસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજ શરુ થતા વિસ્તારના 40 લોકોને તેની અસર જોવા મળી હતી. જેમાંથી એક વ્યક્તિને ગેસના કારણે શ્વાસ લેવાની તકલીફ થઈ હતી. તેને તાત્કાલિક નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બીલીમોરી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાના કારણો વિશે હજુ કંઈ જાણવા મળ્યુ નથી. વહીવટી તંત્રની ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X