જુઓ પટેલોના અનામત ગરબા, એ અનામત આપજો રે...

Posted By:
Subscribe to Oneindia News

છેલ્લા ત્રણ મહિનાથી પાટીદાર સમાજ અનામતની માંગ કરી રહ્યું છે અને તેમની આ જ માંગ સાથે તે નીતનવી રીતે વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યું છે. કોઇ વાર પાટીદાર મહિલાઓ મંત્રીઓના કાર્યક્રમમાં થાળી વેલણ વગાડતા પહોંચી તો કોઇ વાર રસ્તા રોકીને વિરોધ પ્રદર્શન કરે છે. ત્યારે હાલમાં હાર્દિક પટેલ પોલિસની કસ્ટડીમાં છે ત્યારે અનામતની માંગ કરવા માટે પટેલોએ ગરબાનો સહારો લીધો છે.

અમદાવાદના શાહીબાગની કોલનીમાં પટેલોએ તેમની અનામતની માંગ સાથે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે જય સરદારના ટી શર્ટ પહેરીને અને હું પાટીદાર છું ની ટોપી પહેરીને ગરબા કર્યા એટલુ જ નહીં લોલીપોપ અને થાણી વેલણ વગાડીને ગરબા પણ કર્યા.

 

ત્યારે પટેલોની અનામત આપ જો રેની માંગ સાથેના અનોખા નવરાત્રી ગરબાની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં.સાથે જ આ આર્ટીકલ વિષે તમારું શું કહેવું છે તે નીચેના કમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂરથી જણાવજો. તો જુઓ પાટીદારોની અનામતના ગરબાની તસવીરો...

અમદાવાદના પાટીદાર ગરબા
  

અમદાવાદના પાટીદાર ગરબા

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી પટેલોની કોલોનીમાં રમાયા અનામતના ગરબા

અનામત આપજો રે...
  

અનામત આપજો રે...

હાથમાં લોલીપોપ, માથામાં હું પાટીદારની ટોપી અને સન ઓફ પાટીદારનું ટીશર્ટ પહેરીને યુવકો કર્યા ગરબા.

નાના ભૂલકા
  

નાના ભૂલકા

નાના ભૂલકાઓએ પણ મોઢા પર જય પાટીદારના ટેટૂ બનાવીને પોસ્ટર બતાવી કહ્યું જય સરદાર.

થાણી વાટકાના ગરબા
  
 

થાણી વાટકાના ગરબા

પટેલ મહિલાઓએ પણ થાળી અને વેલણ સાથે ગરબા રમી અનામતની માંગ કરી.

લોલીપોપ દેખાડી કર્યો વિરોધ
  

લોલીપોપ દેખાડી કર્યો વિરોધ

અહીં પણ લોકોને લોલીપોપ વેંચવામાં આવી અને લોલીપોપ વેચી આનંદીની બહેનના સુવર્ણોના પેકેજનો વિરોધ કરવામાં આવ્યો.

ગરબા
  

ગરબા

ત્યારે અનાતમના ગરબા ફરીને અનોખી રીતે પાટીદારોએ નવરાત્રી અને ગરબાના માધ્યમથી અનામતની માંગ કરી.

English summary
Patidar anamat Garba in Ahmedabad
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.