વલસાડના તામછડી ગામના 7 લોકોના અકસ્માતમાં મોત

Subscribe to Oneindia News

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તામછડી રોડ પર વણાંકમાં જીપ પલટી જતા 7 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ છે. 4 પૈકી 2ની હાલત ગંભીર છે. ગત રોજ તામછડી ગામે પોતાના સગા ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી નાની કરવડ લગ્નનો સામાન આપી પરત ફરતા તેમને આ અકસ્માત નડ્યો હતો. જે બાદ આખું ગામ શોકમય બન્યું હતું. અને તમામ સાતેય લોકોને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

Maut

તામછડી ગામે વારલાપાડા ફળિયા માંથી એક સાથે તમામ મૃતકોની અંતિમ યાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું હતું. અને આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. મૃતકોમાં બે સગાભાઈના મોત થતા એક સાથે બે પરિવારો અનાથ થયા હતા. ઉલ્લેખનીય છે કે જીપમાં કુલ ૧૧ લોકો સવાર હતા. જેમાંથી હાલ ૪ લોકોનો બચાવ થયો હતો જે હાલ સારવાર હેઠળ છે.

English summary
Valsad: Accident 7 people died on the spot. Read here more.
Please Wait while comments are loading...