વાપીમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 10થી વધુ ઘાયલ

Subscribe to Oneindia News

વાપીના કરવડ રાતા રોડ પર કોચરવા નજીક એક ગમ્ખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું અને 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. લગ્ન પ્રસંગે મામેરું લઈને જીપમાં જઈ રહેલ પરિવારને અકસ્માત નડતા સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, સેલવાસ નજીક આવેલ મધુબન ગામનો એક પરિવાર પીકઅપ જીપમાં લગ્ન પ્રસંગે મામેરું લઈને જઈ રહ્યો હતો. કોચરવા નજીક પહોંચતા જ કોઈક કારણસર જીપ અને સામેથી આવી રહેલ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

car

જીપ અનેક વખત પલટી મારીને રોડની બાજુમાં આવેલ વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેને કારણે બાઇક પર સવાર એક યુવક અને જીપમાં સવાર બે મહિલાઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા ડુંગરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અને સ્થાનિક લોકોએ મળીને આ અકસ્માતમાં ઘયાલ થયેલ 10થી વધુ લોકોને તાત્કાલિક સારવાર અર્થે વાપીની હરિયા હોસ્પિટલ અને સેલવાસની વિનોબા હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરી હતી. મળતી વિગત મુજબ પીકઅપ જીપમાં 25થી વધુ લોકો સવાર હતા, જેમાં મોટાભાગની મહિલાઓ હતી. મામેરું લઈને જઈ રહેલ પરિવારને અકસ્માત નડતા લગ્ન પ્રસંગે લગ્નગીતોને બદલે મોતના મરશિયા ગવાતા સમગ્ર પંથકમા ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો!

English summary
Vapi : truck bike accident 2 woman dead on the spot and more 10 people are injured
Please Wait while comments are loading...