For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઈરસ મિસ્ત્રી કાર અકસ્માત કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, અનાહિતા પંડોલે વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઈ!

દેશના જાણીતા ઉદ્યોગપતિ સાઈરસ મિસ્ત્રીનું અકસ્માતમાં અવસાન થયા બાદ હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અકસ્માત કેસમા પોલીસે ડો.અનાહિતા પંડોલે સામે ફરીયાદ દાખલ કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દેશના જાણીતા ઉદ્યોગપતિ સાઈરસ મિસ્ત્રીનું અકસ્માતમાં અવસાન થયા બાદ હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અકસ્માત કેસમા પોલીસે ડો.અનાહિતા પંડોલે સામે ફરીયાદ દાખલ કરી છે. પોલીસે અનાહિતા પંડોલે સામે કલમ 304(a), 279, 336, 338 હેઠળ ફરિયાદ નોંધી છે. તમને જમાવી દઈએ કે, પાલઘર પોલીસે કારની ડેટા ચિપના વિશ્લેષણના આધારે મર્સિડીઝ બેન્ઝના અંતિમ અહેવાલના આધારે એફઆઈઆર નોંધી છે. પોલીસે આ કેસમાં પંડોલેના પતિ ડેરિયસ પંડોલેનું નિવેદન પણ નોંધ્યું છે.

Cyrus Mistry

સાઈરસ મિસ્રીની કારનો સપ્ટેમ્બરે અકસ્માત થયો હતો, અકસ્માત વખતે અનાહિતા પંડોલે, ડેરિયસ પંડોલે અને મિસ્ત્રી અને તેમના એક મિત્ર ગુજરાતથી મુંબઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર પંડોલેની પત્ની અને ગાયનેકોલોજિસ્ટ અનાહિતા ચલાવી રહી હતી. આ દરમિયાન મર્સિડીઝ બેન્ઝ કોંક્રિટ બેરિયર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી, તેમના મિત્ર ડેરિયસના ભાઈ જહાંગીર પંડોલે મૃત્યુ પામ્યા હતા.

ડૉ. અનાહિતા પંડોલેની મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે ડેરિયસને આ અઠવાડિયાની શરૂઆતમાં રજા આપવામાં આવી હતી. ડેરિયસે મંગળવારે તેના દક્ષિણ મુંબઈના ઘરે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન આપ્યુ છે. ડેરિયસના જણાવ્યા અનુસાર, તેની પત્ની અનાહિતા પંડોલે અચાનક ટ્રેક બદલતા આ અકસ્માત સર્જાયો હતો.

આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર, અનાહિતા પંડોલેના પતિના નિવેદનના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. કાર ચલાવી રહેલી અનાહિતા પંડોલેની ભૂલને કારણે આ અકસ્માત થયો હતો. જેના કારણે મિસ્ત્રીનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, અનાહિતા પંડોલેના ડિસ્ચાર્જ બાદ આ મામલે વધુ તપાસ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીના મોતના સમાચારે ઘણા સવાલો ઉભા કર્યા હતા. આ મામલા પછી લોકોએ ભારતમાં રોડ સેફ્ટી પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું.

English summary
A complaint has been filed against Anahita Pandol in the Cyrus Mistry car accident case!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X