વિશાખાપટ્ટનમ ટેસ્ટ: ચોથા દિવસની રમત સમાપ્ત, ઇંગ્લેંડ 87/2, જીત માટે જોઇએ 318 રન

Subscribe to Oneindia News

ભારત-ઇંગ્લેંડ વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટના ચોથા દિવસનો ખેલ ખતમ થઇ ગયો છે. આજે ઇંગ્લેંડે 2 વિકેટ પર 87 રન બનાવી લીધા છે પરંતુ તે જીતથી હજી ઘણુ દૂર છે. જે રીતે ઇંગ્લેંડે આજની રમત રમી છે તે પ્રશંસનીય છે.

cricket

કેપ્ટન કુક અને યુવા હસીબે આજે ડિફેંસીવ ગેમ રમીને ખેલની એક નવી પરિભાષા બનાવી છે. કુકે 170 બોલમાં પોતાની અડધી સદી ફટકારી તો હામિદે તેનો ભરપૂર સાથે આપ્યો. હામિદની વિકેટ અશ્વિને લીધી જ્યારે કુકને 54 રન પર જાડેજાએ પોતાનો શિકાર બનાવ્યો.

આ પહેલા ટીમ ઇંડિયાએ ચોથા દિવસે 98/3 ના સ્કોરથી આગળ રમવાનુ શરુ કર્યુ અને 204 રન પર આઉટ થઇ ગઇ. ટીમે ચોથા દિવસના કુલ 106 રન જોડીને ઇંગ્લેંડને 405 રનનો ટાર્ગેટ આપ્યો.

ઉલ્લેખનીય છે કે રવિચંદ્રન અશ્વિન (67/5) ની શાનદાર રમત બાદ કેપ્ટન વિરાટ કોહલી (અણનમ 56) ના દમ પર ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેંડની સામે ચાલી રહેલ બીજી ટેસ્ટના ત્રીજા દિવસે શનિવારે ઇંગ્લેંડ સામે 298 રનથી આગળ હતા.

ત્રીજા દિવસે ભારતીય ટીમે ઇંગ્લેંડનો પહેલો દાવ 255 રનમાં સમેટી લીધો હતો અને ત્યારબાદ પોતાના બીજા દાવમાં ત્રણ વિકેટ પર 98 રન બનાવીને મેચ પકડમાં લેવાનું શરુ કર્યુ હતુ.

English summary
The second Test between India and England at Visakhapatnam. today is 4rth day, here is live updates.
Please Wait while comments are loading...