Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!
હોમ ચૂંટણીઓ

વિધાનસભાની ચૂંટણીઓ 2026

દક્ષિણ ભારતના મહત્યના રાજ્ય કર્ણાટકમાં ચૂંટણીલક્ષી હલચલ તેજ થઇ ગઇ છે. ત્યાંની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 24 મે 2023ના રોજ ખતમ થઇ રહ્યો છે. જો કે ચૂંટણી પંચે હજી સુધી રાજ્યમાં ચૂંટણી માટે કોઈ નોટિફિકેશન જાહેર કરી નથી. પરંતુ રાજનૈતિક પાર્ટીઓ અને તેમના નેતાઓએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ પાર્ટીઓ અને નેતા પોતપોતાની રણનીતિ પર તેજીથી કામ કરી રહ્યા છે. જેથી ચૂંટણી અખાડામાં એક-બીજાને ટક્કર આપી શકે.

ગત 2018માં થયેલ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો રાજ્યમાં એકેય પાર્ટીને બહુમતીનો આંકડો નહોતો મળ્યો. ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન નોંધનીય રહ્યું હતું જેણે 2013ની 64 સીટની સરખામણીએ 2018માં 104 સીટ જીતી અને સૌથી મોટી પાર્ટી બની. પરંતુ આ સંખ્યા બહુમતીના જાદુઇ આંકડાથી બહુ દૂર હતી. મોકો જોઇ કોંગ્રેસ અને જેડીએસે ગઠબંધન કરી લીધું અને એચડી કુમારસ્વામીના નેતૃત્વમાં સરકાર બની. જો કે આ સરકાર વધુ દિવસ ના ચાલી શકી અને એક વર્ષમાં જ પડી ભાંગી. જે બાદ રાજ્યમાં બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપની સરકાર બની. જુલાઇ 2021માં ભાજપ હાઇકમાન્ડે કર્ણાટકમાં મોટું પરિવર્તન કર્યું અને સીએમની ખુરશી બસવરાજ બોમ્મઈને સોંપી દીધી.

આ વખતેની કર્ણાટક વિધાનસભા ચૂંટણી અતિ ખાસ છે. રાજ્યમાં લિંગાયત ફેક્ટર, વિકાસ, ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ, કટ્ટરતા, ધ્રુવીકરણ વગેરે મુદ્દાને લઇ ત્રણ પ્રમુખ પાર્ટી ભાજપ, જેડીએસ અને કોંગ્રેસ મેદાનમાં છે. જ્યારે હાલમાં જ થયેલ કેટલાક સર્વેમાં ભાજપ બેકફુટ પર જોવા મળી, જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી કોંગ્રેસની કાયાકલ્પ થતી જોવા મળી રહી છે. તેમના ઉપરાંત જેડીએસ ચુપચાપ પોતાનો રસ્તો શોધી રહી છે. હવે જોવાની વાત એ રહશે કે શું દક્ષિણના આ રાજ્યમાં ફરીથી કમળ ખિલશે કે સત્તાની ચાવી કોંગ્રેસ પાસે જશે? કે પછી જેડીએસ કિંગમેકર બની જશે? કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તમામ અપડેટ્સ જાણવા માટે અમારી સાથે બન્યા રહો.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+