For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાત્મા મંદિર ખાતે CM ભૂપેન્દ્ર પટેલે વડનગર કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો

18થી 20મે દરમિયાન ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-2022નુ આયોજન કરાયું છે. જેમાં વિશ્વના વિરાસત પ્રેમીઓને વડનગરમાં આવેલું ગુજરાતની શાન એવું કિર્તી તોરણ, તાનારીરીની સમાધિ, શર્મિષ્ઠા તળાવ, બૌદ્ધ વિરાસત, પ્રસિદ્

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર: 18થી 20મે દરમિયાન ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-2022નુ આયોજન કરાયું છે. જેમાં વિશ્વના વિરાસત પ્રેમીઓને વડનગરમાં આવેલું ગુજરાતની શાન એવું કિર્તી તોરણ, તાનારીરીની સમાધિ, શર્મિષ્ઠા તળાવ, બૌદ્ધ વિરાસત, પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર તેમજ પુરાતત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન મળી આવેલા વિવિધ ઐતિહાસિક સ્થાનોથી માહિતગાર કરાશે.

Bhupendra Patel

આ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જાપાન, ગ્રીસ અને શ્રીલંકાના આઠ વક્તાઓ તેમજ ભારતભરના ૨૫ વક્તાઓ વડનગરની ઐતિહાસિક વિરાસત અને પુરાતત્વીય વારસાઓ ઉપર માર્ગદર્શન આપશે. તેમજ ૬ ચર્ચા સત્રો યોજાશે જેમાં ૨૫૦૦ જેટલા વિરાસત પ્રેમીઓની ઉપસ્થિતિમાં વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સાથે વડનગરની સંસ્કૃતિ અને પુરાતત્વીય વારસાને આવરી લેવાશે. આ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં ચાર યુનિવર્સિટીઓ સાથે ઐતિહાસિક સંશોધન-મૂલ્યાંકન માટે એમ.ઓ.યુ. કરાશે. એમ.એસ.યુનિવર્સિટી બરોડાના વિદ્યાર્થીઓ દ્વારા વડનગરની ઐતિહાસિક વિરાસત રજૂ કરતું ભવ્ય પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે વડનગર ઉપર કોફિ ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવશે.

મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ કોન્ફરન્સની તૈયારીના ભાગરૂપે મંત્રીશ્રીની રૂબરૂ મુલાકાત વેળાએ રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમારે વિવિધ તૈયારીઓથી વાકેફ કર્યા હતા.

English summary
CM Bhupendra Patel inaugurated the Vadnagar Conference at Mahatma Mandir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X