For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના મંત્રીમંડળમાંથી વજુભાઇ-નરોત્તમભાઇને પડતા મુકાયા

|
Google Oneindia Gujarati News

vajubhai vala
અમદાવાદ, 26 ડિસેમ્બર: નરેન્દ્ર મોદીએ ચોથી વાર મુખ્યમંત્રી તરીકેના શપથ લઇ લીધા છે, તેમની સાથે તેમના 7 કેબિનેટના મંત્રી અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ લીધા હતા. જોકે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા વજુભાઇ વાળા અને નરોત્તમભાઇ પટેલનો મોદીના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે નરેન્દ્ર મોદી અને તેમના 16 મંત્રીઓએ સપથ લીધા હતા. જોકે મોદીના મંત્રી મંડળમાં સિનિયર નેતા વજુભાઇ વાળા અને નરોત્તમ પટેલના નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેમા એવી અટકળો સેવાઇ રહી છે કે જો નરેન્દ્ર મોદી ભવિષ્યમાં કેન્દ્રમાં જાય તો તેમના બાદ તેમને ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ બનાવી દેવામાં આવે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધી સૌધી વધુ વખત નાણાપ્રધાન રહેવાનો વિક્રમ વજુભાઇ વાળાના નામે છે.

આ ઉપરાંત નારણપુરા વિસ્તારમાંથી ઝંઘી બહુમતીથી ચૂંટાઇને આવેલા પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહને પણ મંત્રીમંડળમાં સ્થાન અપાયું નથી. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહે પોતે નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી કે તેઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવે નહી, કારણ કે હાલમાં સોરાબુદ્દીન એનકાઉન્ટરમાં ફસાયેલા છે. જોકે એવી પણ અટકળો ઉઠી છે કે અમિતશાહને રાષ્ટ્રીય કક્ષાએ સંગઠનમાંથી જવાબદારી સોપવામાં આવે.

રાજ્યપાલ કમલા બેનિવાલે નરેન્દ્ર મોદીએ સવારે 11.50 કલાકે મુખ્યમંત્રી તરીકે ચોથીવાર શપત લેવડાવ્યા હતા. ત્યારબાદ રાજ્યપાલે રાજ્યકક્ષાના મંત્રીઓ અને કેબિનેટ કક્ષાના મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા, જે આ મુજબ છે.

રાજ્યકક્ષાના 9 મંત્રીઓ:

પુરસોત્તમ ઓધવજીભાઇ સોલંકી
પરબતભાઇ સવાભાઇ પટેલ
વસુબેન નરેન્દ્રભાઇ ત્રિવેદી
પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા
લીલાધરભાઇ ખોડાજી વાઘેલા
રજનીકાંત સોમાભાઇ પટેલ
ગોવિંદભાઇ પટેલ
નાનુભાઇ ભગવાનભાઇ વાનાણી
જયંતિભાઇ રામજીભાઇ કવાડિયા

મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 7 મંત્રીઓ:

નીતિન પટેલ
આનંદીબહેન મફતલાલ પટેલ
રમણલાલ વોરા
ભૂપેન્દ્રસિંહ મનુભાઇ ચૂડાસમા
સૌરભ પટેલ
ગણપતભાઇ વસ્તાભાઇ વસાવા
બાબુભાઇ ભીમાભાઇ બોખિરિયા

English summary
vajubhai vala and narottam patel's name not Include in Modi's new Minister Association.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X