For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBI ડિરેક્ટરને હટાવીને મોદીજી રાફેલના પુરાવા પણ મિટાવી રહ્યા છેઃ રાહુલ ગાંધી

CBI ડિરેક્ટરને હટાવીને મોદી રાફેલના પુરાવા મિટાવી રહ્યા છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાફેલમાં ભ્રષ્ટાચારને છૂપાવવા માટે સીબીઆઈ ડિરેક્ટરને હટાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ્ં કે સીબીઆઈ ડિરેક્ટરને રાત્રે 2 વાગ્યે હટાવવામાં આવ્યા, જેનાથી સ્પષ્ટ થાય છે કે મોદી રાફેલની તપાસથી ડરે છે. રાહુલે કહ્યું કે ભ્રષ્ટાચારને બચાવવા માટે મોદી એક બાદ એક જૂઠ બોલી રહ્યા છે અને કાયદા સંવિધાનની પણ પરવાહ કરતા નથી પરંતુ તેઓ એક દિવસ પકડાય જશે.

સીબીઆઈ ડિરેક્ટરને મોદીજીએ રાત્રે 2 વાગ્યે હટાવ્યા

સીબીઆઈ ડિરેક્ટરને મોદીજીએ રાત્રે 2 વાગ્યે હટાવ્યા

રાહુલ ગાંધીએ કહ્યું કે જો સીબીઆઈ તપાસ શરૂ થઈ જાય તો દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે અને આનાથી ડરી વડાપ્રધાને સીબીઆઈ ડિરેક્ટરને હટાવી દીધા. સીબીઆઈ ડિરેક્ટરને મોદીજીએ રાત્રે 2 વાગ્યે હટાવ્યા. સવાલ ઉઠે છે કે રાત્રે 2 વાગ્યે કેમ તેમને હટાવાયા? આખો દેશ જાણે છે કે વડાપ્રધાને ભ્રષ્ટાચાર કર્યો છે. વડાપ્રધાન જાણે છે કે જો રાફેલની તપાસ શરૂ થઈ જાય તો તેઓ ખતમ થઈ જશે અને આથી જ તેઓ ગભરાઈ રહ્યા છે પરંતુ દેશ વડાપ્રધાનને એમના ભ્રષ્ટાચાર ભૂલાવવા નહિ દે.

મોદીજીએ સંવિધાનનું અપમાન કર્યું

મોદીજીએ સંવિધાનનું અપમાન કર્યું

રાહુલ ગાંધીએ કહ્યું કે ચીફ જસ્ટિસ અને વિપક્ષના નેતાની સલાહ વિના જસીબીઆઈ ડિરેક્ટરને હટાવી દેવા ગેરકાયદેસર છે. મોદીજીએ સીબીઆઈ ડિરેક્ટરને હટાવીને સંવિધાનનું અપમાન કર્યું છે, હકીકત એ છે કે સીબીઆઈને ખતમ કરવામાં આવી રહી છે. રાહુલે કહ્યું કે વડાપ્રધાન માત્ર સીબીઆઈ ડિરેક્ટરને નથી હટાવી રહ્યા, સબૂતોને મિટાવવાનું પણ કામ કરી રહ્યા છે.

વડાપ્રધાને 30 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કર્યો

વડાપ્રધાને 30 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કર્યો

રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાને 30 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. આ રૂપિયા અનિલ અંબાણીના ખિસ્સામાં નાખ્યા અને હવે કોઈપણ આ મુદ્દે વાત કરે છે, તેમને ચૂપ કરાવી દેવામાં આવી રહ્યા છે. સીબીઆઈ ડિરેક્ટરે આ મામલાની તપાસ માટે કાગળો એકઠાં કરવાનું શરૂ કર્યું તે એમને હટાવી દેવામાં આવ્યા અને એમની મરજીના આદમીને કાર્યભાર સોંપી દેવામાં આવ્યો.

દિલ્હી કોંગ્રેસને મળી શકે છે નવા અધ્યક્ષ, રેસમાં આ નેતાઓ સૌથી આગળદિલ્હી કોંગ્રેસને મળી શકે છે નવા અધ્યક્ષ, રેસમાં આ નેતાઓ સૌથી આગળ

English summary
Congress President Rahul Gandhi press conference over rafale cbi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X