બિગ બોસ 10: સ્વામીજીની ધરપકડ કરવા પહોંચી પોલિસ... પરંતુ

Subscribe to Oneindia News

છેલ્લા ઘણા દિવસોથી બિગ બોસ સિઝન 10 માં જો કોઇ સૌથી વધુ લાઇમ લાઇટમાં છે તો તે છે સ્વામીજી. એક વેબસાઇટના અહેવાલ મુજબ, દિલ્હી પોલિસ ઓમજી મહારાજ પર પહેલેથી ચાલી રહેલા ચોરી અને આર્મ્સ એક્ટના કેસમાં તેમની ધરપકડ કરવા બિગ બોસના ઘરે પહોંચી હતી. જો કે ઓમ સ્વામીજીએ ઘરમાંથી બહાર નીકળવાની મનાઇ કરી દીધી. આના પર પોલિસે કેટલાક દસ્તાવેજો પર તેમની સહી લીધી છે.

સ્વામીજી

સ્વામીજી

દર્શકોને જાણીને નવાઇ લાગશે કે પોતાને સ્વામી કહેનારા ઓમજી ઉપર પોલિસ ઇંવેસ્ટીગેટીવ રિપોર્ટ મુજબ ડકૈતી, ચોરી, આર્મ્સ એક્ટ ઉપરાંત ટાડા હેઠળ 7 કેસ ફાઇલ થયેલા છે. સાથે જ અત્યાર સુધીમાં બિનજામીનપાત્ર વોરંટ પણ જારી થયેલા છે.

સ્વામીજી

સ્વામીજી

તમને જણાવી દઇએ કે આ બિનજામીનપાત્ર વોરંટ 2008 માં ચોરીના એક કેસમાં જારી કરવામાં આવેલ છે. 14 ઓક્ટોબરની સુનાવણી પહેલા ઓમજીએ કોર્ટમાંથી વકીલની માંગણી કરી હતી. તેણે કહ્યુ હતુ કે તેની પાસે પૈસા નથી એટલા માટે તે વકીલ રાખી શકતો નથી.

ભાઇની દુકાનમાં ચોરી

ભાઇની દુકાનમાં ચોરી

બિગ બોસમાં આવતા આ સ્વામીજી પર તેના જ નાના ભાઇ પ્રમોદ ઝા એ 2008 માં તેની સામે એક ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં કહ્યુ હતુ કે દિલ્હીની લોધી કોલોની સ્થિત પ્રમોદની દુકાનનું તાળુ તોડીને સ્વામીજીએ 11 સાઇકલો સહિત ઘણા મોંઘા સ્પેર પાર્ટ્સ અને કેટલાક દસ્તાવેજો ચોરી કર્યા છે.

ભાઇએ કરાવી એફઆઇઆર

ભાઇએ કરાવી એફઆઇઆર

પ્રમોદના જણાવ્યા મુજબ તેના દીકરાએ ઓમજીને દુકાનનું તાળુ તોડતા અને ચોરી કરતા જોયા હતા. પોલિસે ઓમજી સામે એફઆઇઆર પણ ફાઇલ કરી હતી.

બાબા પાસે મળ્યા અશ્લીલ ફોટા

બાબા પાસે મળ્યા અશ્લીલ ફોટા

બાબાના નામે કોંટ્રોવર્સીનો આખો પિટારો ભર્યો છે. બાબા પાસેથી મહિલાઓની કેટલીક અશ્લીલ તસવીરો પણ મળી હતી. જાણવામાં આવ્યુ છે કે તે આ તસવીરોથી તે એ મહિલાઓને બ્લેકમેલ કરતો હતો.

ઘરથી બેઘર થયા બાદ ગયા હતા કોર્ટ

ઘરથી બેઘર થયા બાદ ગયા હતા કોર્ટ

તમને જણાવી દઇએ કે હાલમાં જ જ્યારે બાબા ઘરથી બેઘર થયા હતા ત્યારે તે કોર્ટમાં ગયા હતા. ત્યારબાદ તેમને બિગ બોસના સિક્રેટ રુમમાં રાખવામાં આવ્યા હતા.

બાથરુમમાં હતા ન્યૂડ

બાથરુમમાં હતા ન્યૂડ

બાબાએ બિગ બોસના ઘરની અંદર પોતાની હરકતોથી લોકોનું જીવવુ હરામ કરી દીધુ છે. હાલમાં જ લોપા કોઇ કામથી લોપા બાથરુમમાં ગઇ ત્યારે બાબા ત્યાં ન્યૂડ હતા જેને જોઇને લોપા ચીસ પાડી ઉઠી હતી.

સ્વામીજી

સ્વામીજી

હાલમાં સ્વામીજી મનુની પાછળ હાથ ધોઇને પડ્યા છે.

English summary
Bigg Boss 10 delhi police reaches Salman Khans reality show arrest-om-swami.
Please Wait while comments are loading...