ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા વિજય રૂપાણી, પાસ અંગે કહ્યું આ...

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી માટે રાજકોટ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના નિવાસ સ્થાનેથી નીકળી ચૂક્યા છે. 20 નવેમ્બર 2017ના રોજ સોમવારે સવારે 11 વાગ્યાના વિજય મૂહૂર્તમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આ માટે ઉમેદવાદી ફોર્મ ભરશે. આ પ્રસંગે ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય નાણાંમંત્રી અરુણ જેટલી પણ હાજર રહેશે. ફોર્મ ભરતા પહેલા વિજયરૂપાણી સવારે તેમના સમર્થકો સાથે રેલી નીકાળી સ્વામીનારાયણ મંદિર, બાલાજી હનુમાન મંદિરે દર્શન કરી સભા યોજી, પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. ઉલ્લેખનીય છે કે આ બેઠકને ભાજપનું ગઢ માનવામાં આવે છે અને આ પહેલા અહીં વજુભાઇ વાળા સતત જીતતા આવ્યા છે. જે બાદ પેટાચૂંટણીમાં જ આ જ બેઠક પર જીતીની વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો છે.

ત્યારે ઉમેદવારી પત્ર ભરતા પહેલા વિજય રૂપાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે "PM નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સુશાસનના વારસાને અમલમાં મૂકવા માટે ગુજરાત ગર્વ અનુભવે છે. મને વિશ્વાસ છે કે ગુજરાતનાં લોકો ફરી એકવાર તેમના પ્રેમ બતાવશે" વધુમાં વિજય રૂપાણીએ આ પ્રસંગે અનામત અને પાસની પણ ઝાટકણી નીકાળી હતી. તેમણે કહ્યું કે પાસના નેતાઓને અનામતમાં કોઇ રસ નથી. પાસનું આ આંદોલન ખાલી ટિકિટ મેળવા માટે હતું.

English summary
Gujarat CM Vijay Rupani will file nomination form today. PAAS-Congress workers clash over ticket distribution.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.