For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોઈ પાકને એક ગાળ આપશે તો હું તેને દસ ગાળ આપીશઃ NC નેતાનો પાક પ્રેમ

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર મોહમ્મદ અકબલ લોને વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર મોહમ્મદ અકબલ લોને વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે કોઈ પાકિસ્તાનને એક ગાળ આપશે તો હું તેને દસ ગાળ આપીશ. તેમણે કહ્યુ કે હું ઈચ્છુ છુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે દોસ્તી થાય, પાકિસ્તાન હંમેશા ખુશ રહે અને વિકાસ કરે એ જ મારી દુઆ છે. એક જનસભાને સંબોધિત કરતા તેમણે એ પણ સ્વીકાર કર્યો કે જ્યારે વિધાનસભામાં પાકિસ્તાનના વિરોધમાં સૂત્રોચ્ચાર થયા ત્યારે મે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા.

Akbar Lone

પાકિસ્તાન અને હિંદુસ્તાનની દોસ્તી રહે

અકબર લોને કહ્યુ, 'મારી પારવાળો એ મુસલમાન દેશ(પાકિસ્તાન) છે. તે આબાદ રહે, તે સફળ રહે, અમારી અને તેમની દોસ્તી વધે, પાકિસ્તાન અને હિંદુસ્તાનની દોસ્તી રહે, તે દોસ્તીનો હું આશિક છુ... જો તેમને એક ગાળ આપશે તો હું તેમને દસ ગાળ આપીશ.' લોને કહ્યુ કે પીડીપી અને ભાજપે અહીંની જનતાને ખોટા વચનો આપ્યા પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે તમે પોતાના મતથી યોગ્ય નેતાની પસંદગી કરો.

કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન

તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે લોકસભા ચૂંટણી 2019 માટે પોતાના ગઠબંધનનું એલાન કર્યુ છે. તે ક્રમશઃ બે અને એક સીટ પર લડશે જ્યારે ત્રણ સીટો પર 'દોસ્તાના મુકાબલો' કરશે. કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ અને નેશનલ કોન્ફરન્સ પ્રમુખ ફારુખ અબ્દુલ્લાએ અહીં સંયુક્ત પત્રકાર સંમેલનમાં કહ્યુ કે કોંગ્રેસ જમ્મુ અને ઉધમપુર સીટ પર લડશે જ્યારે નેશનલ કોન્ફરન્સ શ્રીનગર સીટ પર લડશે. અબ્દુલ્લાએ કહ્યુ કે આ ત્રણ સીટ ઉપરાંત બંને પાર્ટીઓ અનંતનાગ અને બારામુલા અને લદ્દાખ સીટ પર દોસ્તાના મુકાબલો કરશે.

આ પણ વાંચોઃ આ વખતે કોઈ પણ પક્ષને લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત નહિ મળેઃ નવીન પટનાયકઆ પણ વાંચોઃ આ વખતે કોઈ પણ પક્ષને લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત નહિ મળેઃ નવીન પટનાયક

English summary
‘If anyone abuses Pakistan, I will abuse them ten times': NC leader Akbar Lone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X