For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: સિદ્ધુએ મુસ્લિમ મતદારોને કહ્યુ જો તમે એક થઈને મત આપશો તો મોદી ઉલટાઈ જશે

કોંગ્રેસ નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ બિહારમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરવા માટે પહોંચ્યા જ્યાં તેમણે મુસ્લિમ મતદારોને એક થઈને મત આપવાની અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ બિહારમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરવા માટે પહોંચ્યા જ્યાં તેમણે મુસ્લિમ મતદારોને એક થઈને મત આપવાની અપીલ કરી છે. કટિહારમાં બોલતા સિદ્ધુએ કહ્યુ કે હું તમને ચેતવણી આપવા આવ્યુ છુ મુસ્લિમ ભાઈઓ, આ ભાગલા પાડી રહ્યા છે તમારામાં. એ અહીં ઓવેસી જેવા લોકોને લાવીને એક નવો પક્ષ ઉભો કરીને તમારા લોકોના મત વહેંચીને જીતવા ઈચ્છે છે. જો તમે લોકો ભેગા થઈ ગયા, એક થઈને મત આપશો તો મોદી ઉલટાઈ જશે.

કટિહારમાં શું બોલ્યા નવજોત સિંહ સિદ્ધુ

કટિહારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ, ‘હું તમને ચેતવણી આપવા આવ્યો છુ મુસ્લિમ ભાઈઓ તમારી 64 ટકા વસ્તી છે અહીં. મારા મુસલમાન ભાઈ જેટલા પણ છે તે મારી આ પાઘડી છે. તમે બધા લોકો પંજાબમાં પણ કામ કરવા જાવ છો, પંજાબમાં તમને અમારા તરફથી પ્રેમ મળે છે. મહેમાં જો હમારા હોતા હે જાન સે પ્યારા હોતા હે. જ તમને કોઈ મુશ્કેલી હોય પંજાબમાં, હું મંત્રી છુ, જે દિવસે પંજાબ આવો સિદ્ધુને તમારી સાથે ઉભેલા જોશો.'

સિદ્ધુ બોલ્યા - જો તમે લોકો ભેગા થયા, 64 ટકા વસ્તી છે તમારી...

આ દરમિયાન સિદ્ધુએ કહ્યુ, ‘હું તમને ચેતવણી આપવા આવ્યો છુ, બહેનો અને ભાઈઓ, આ ભાગલા પાડી રહ્યા છે તમારામાં. મુસ્લિમ ભાઈએ આ અહીં ઓવેસી સાહેબ જેવા લોકોને લાવીને એક નવો પક્ષ ઉભો કરીને તમારા લોકોના મત વહેંચીને જીતવા ઈચ્છે છે. જો તમે લોકો ભેગા થયા, 64 ટકા વસ્તી છે તમારી, મેજોરીટીમાં છો અહીં, જો તમે ભેગા થયા અને એક થઈને મત આપ્યા તો બધુ પલટી જશે, મોદી સુલટી જશે. છક્કો લાગી જશે. એક વાત યાદ રાખજો એવો છક્કો મારો કે મોદીને અહીં બાઉન્ડ્રીથી પાર કરી દો.'

પહેલા માયાવતી, હવે સિદ્ધુએ કરી મુસ્લિમ મતદારોને આ અપીલ

પહેલા માયાવતી, હવે સિદ્ધુએ કરી મુસ્લિમ મતદારોને આ અપીલ

સિદ્ધુનું આ નિવેદન એવા સમયમાં આવ્યુ છે જ્યારે રેલીઓમાં વિવાદિત નિવેદન માટે ચૂંટણી કમિશન તરફથી ઘણા નેતાઓ પર આકરી કાર્યવાહી કરવામાં આવી છે. સિદ્ધુએ કટિહારમાં ચૂંટણી જનસભા દરમિયાન મુસ્લિમ સમાજને એક થઈને કોંગ્રેસના પક્ષમાં મતદાન કરવાન અપીલ કરી છે. આ પહેલા ઉત્તર પ્રદેશમા બસપા અધ્યક્ષ માયાવતીએ એક ચૂંટણી રેલી દરમિયાન મુસ્લિમોને એક સાથે સપા-બસપા-રાલોદ મહાગઠબંધનને મત કરવાની અપીલ કરી હતી. ત્યારબાદ ચૂંટણી કમિશને કાર્યવાહી કરીને માયાવતીને ચૂંટણી પ્રચાર પર 48 કલાકનો પ્રતિબંધ લગાવી દીધો.

શું સિદ્ધુ પર થશે કાર્યવાહી?

શું સિદ્ધુ પર થશે કાર્યવાહી?

સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ સોમવારે ચૂંટણી કમિશને માયાવતી પર આ કાર્યવાહી કરી હતી. એટલુ જ નહિ નિવેદનબાજી વિશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપ નેતા મેનકા ગાંધી અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખામ પર કાર્યવાહી કરવામાં આવી. આયોગે યોગી આદિત્યનાથ અને આદિત્યનાથ અને આઝમ ખાનના ચૂંટણી પ્રચાર પર 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. વળી, મેનકાના ચૂંટણી પ્રચાર પર 48 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે.

આ પણ વાંચોઃ કંગનાની બહેને આલિયા અને તેની મા પર સાધ્યુ નિશાનઃ આ વિદેશી ભારતને લૂટી રહ્યા છેઆ પણ વાંચોઃ કંગનાની બહેને આલિયા અને તેની મા પર સાધ્યુ નિશાનઃ આ વિદેશી ભારતને લૂટી રહ્યા છે

English summary
Lok Sabha Elections 2019: Navjot Singh Sidhu Stirs Row With Vote Appeal To Muslims in Katihar, Bihar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X