For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો ચપ્પલ-સ્લીપર પહેરીને વાહન ચલાવ્યું તો ચાલાન કપાશે

દેશભરમાં નવા ટ્રાફિક નિયમોને કારણે લોકોના વિચિત્ર કારણથી ચાલાન કાપવાના સમાચાર બહાર આવી રહ્યા છે. નિયમો વિશે જાણકારી ન હોવાના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

દેશભરમાં નવા ટ્રાફિક નિયમોને કારણે લોકોના વિચિત્ર કારણથી ચાલાન કાપવાના સમાચાર બહાર આવી રહ્યા છે. નિયમો વિશે જાણકારી ન હોવાના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 1 સપ્ટેમ્બરથી દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવા ટ્રાફિક નિયમોમાં ટ્રાફિકના નિયમોને તોડવા માટે ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે. બહુ ઓછા લોકો જાણે છે કે ચપ્પલ અથવા સ્લીપર પહેરીને વાહન ચલાવવું પણ ટ્રાફિકના નિયમોની વિરુદ્ધ છે.

1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે

1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે

નિયમ મુજબ જો તમે ગિયરવાળી કોઈપણ ગાડી ચપ્પલ અથવા સ્લીપર પહેરીને ચલાવશો, તો તમારે તેના માટે દંડ ભરવો પડશે. ખરેખર, ચંપલની સાથે ગિયર કાર ચલાવવાથી અકસ્માત થવાની સંભાવના વધી જાય છે, જેને ધ્યાનમાં રાખીને તે ટ્રાફિકના નિયમોની વિરુદ્ધ છે. મળેલી માહિતી પ્રમાણે, તમારે સ્લિપર અથવા ચપ્પલ પહેરીને ગાડી ચલાવવા પર 1000 રૂપિયા દંડ ભરવો પડી શકે છે. આટલું જ નહીં, જો તમે ફરીથી આવું કરતા જોવા મળ્યા અને તમને પકડવામાં આવ્યા, તો પછી તમને 15 દિવસની કેદ પણ કરી શકાય છે.

10 ગણી વધારી ચાલાનની રકમ

10 ગણી વધારી ચાલાનની રકમ

કેટલાક સ્થળોએ ચપ્પલ અને સ્લીપર પહેરીને વાહન ચલાવવાને કારણે પણ લોકોના ચાલાન કાપવામાં આવ્યાં હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. એ નોંધવું યોગ્ય છે કે જો નવા ટ્રાફિક નિયમો અનુસાર કોઈ ટ્રાફિક નિયમોને તોડવામાં આવ્યા, તો તમારે 10 ગણો દંડ ભરવો પડી શકે છે. આટલું જ નહીં, જો તમને દારૂના નશામાં ડ્રાઇવ કરતો પકડવામાં આવે તો તમારે 10,000 રૂપિયા દંડ ભરવો પડી શકે છે. આ સિવાય જો લાઇસન્સ વિના ડ્રાઇવિંગ કરનારને પકડવામાં આવે તો 5000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.

નાબાલિકનું વાહન ચલાવવાનું મોંઘુ પડી શકે છે

નાબાલિકનું વાહન ચલાવવાનું મોંઘુ પડી શકે છે

નવા ટ્રાફિક નિયમો અનુસાર, જો કોઈ નાબાલિક વ્યક્તિ ડ્રાઇવિંગ કરતી પકડાય છે, તો વાહનના માલિકને જેલ ભોગવવી પડી શકે છે. તે જ સમયે, હાઇ સ્પીડ ચલાવતા લોકોએ ભારે દંડ ભરવો પડી શકે છે. નિયમો અનુસાર હાઇ સ્પીડ પર વાહન ચલાવવા માટે એક ચલણ 1000 રૂપિયાથી લઇને 2000 રૂપિયા સુધી કાપવામાં આવી શકે છે, જણાવી દઈએ કે અગાઉ આ ચાલન 400 રૂપિયા હતું. જે રીતે નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે ત્યારથી, ઘણા લોકોના ખુબ મોટા ચાલાન કાપવામાં આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

આ પણ વાંચો: ઓડિશામાં અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રાફિક ચાલન, રકમ જાણી હોંશ ઉડી જશે

English summary
New traffic rule one can be fined for driving with slipper and chappal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X