For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરુષિ મર્ડરકેસ: ઇલાહાબાદ હાઇકોર્ટે રાજેશ તલવારની અરજી ફગાવી

|
Google Oneindia Gujarati News

aarushi case
ઇલાહાબાદ, 30 જાન્યુઆરી: દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી બની ચૂકેલ આરુષિ હત્યાકેસ મામલાના મુખ્ય આરોપી તલવાર દંપત્તિને હાઇકોર્ટે એકવાર ફરી ઝટકો મળ્યો છે. ઇલાહાબાદ હાઇકોર્ટે રાજેશ તલવારની અરજીને ફગાવી દઇને સીબીઆઇને દસ્તાવેજોની તપાસના આદેશ આપી દીધા છે.

આરુષિ હત્યાકેસ મામલાની તપાસ કરી રહેલી સીબીઆઇ ટીમે આરુષિના માતા-પિતાને કેસમાં મુખ્ય ફરિયાદી પક્ષ બનાવ્યા છે. સીબીઆઇએ રાજેશ અને નૂપુર તલવાર પર પોતાની જ પુત્રીની હત્યા કરવા અને પૂરાવા નષ્ઠ કરવાનો આરોપ લગાવી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

જેના બાદ મામલે કોર્ટે સુઓમોટો લઇને તલવાર દંપત્તિ પર હત્યા અને પૂરાવા નષ્ઠ કરવાનો કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો. જોકે મામલાની તપાસ કરી રહેલી સીબીઆઇએ ટ્રાયલ કોર્ટમાં મામલા સાથે જોડાયેલા પૂરાવા અને દસ્તાવેજ રજૂ કર્યા હતા. ટ્રાયલ કોર્ટે પણ આ દસ્તાવેજોને મંજૂરી આપી દીધી હતી અને તેની તપાસના આદેશ પણ આપી દીધા હતા. તેની સામે તલવાર દંપત્તિએ ઇલાહાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ચાર્જશીટ દાખલ થયા બાદ સીબીઆઇ નવા દસ્તાવેજ અને પુરાવા રજૂ કરી રહી છે, જે ખોટા છે. આ મામલે નૂપુર તલવારની અરજીને હાઇકોર્ટે પહેલા પણ ફગાવી દીદી છે. ત્યાર બાદ નૂપુર તલવારને ફરિયાદી માની કોર્ટે તેને સજા સંભળાવી હતી અને તેને ગાઝિયાબાદથી ડાસના જેલમાં રાખ્યા હતા.
જોકે બાદમાં હાઇકોર્ટમાં કેસ જવાથી તેમને જામિન મળી ગયા હતા. ઉલ્લેખનિય છે કે 2008માં રાજેશ અને નૂપુર તલવારની પુત્રી આરુષિ તલવારનું ઘરમાં હત્યા કરી દેવાઇ હતી.

English summary
Allahabad High court rejected the plea of Aarushi murder case main victim Rajesh Talwar. Now CBI Investigated the documents against Nupur Talwar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X