For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lok Sabha Election Results: મુસ્લિમ બહુમત વાળી 49 સીટમાંથી ભાજપ 23 પર આગળ

Lok Sabha Election Results: મુસ્લિમ બહુમત વાળી 49 સીટમાંથી ભાજપ 23 પર આગળ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આ વખતે લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે, ટ્રેન્ડ્સ પર નજર કરીએ તો એનડીએ પૂર્ણ બહુમતથી બહુ આગળ નીકળી ગયું છે. પરંતુ આ ચૂંટણીની વાત કરીએ તો ધાર્મિક ધ્રુવીકરણ જબરદસ્ત જોવા મળ્યું. તમામ રેલિઓમાં હિંદુ, મુસ્લિમનો ઉલ્લેખ થયો. સાપ્રદાયિક ધ્રુવકરણની અસર આ ચૂંટણીમાં જોવા પણ મળી રહ્યું છે. ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો ભાજપને ધ્રુવીકરણનો ફાયદો મળ્યો અને પાર્ટી એ તમામ સીટ પર આગળ ચાલી રહી છે જ્યાં મુસ્લિમ મતદાતા વધુ છે.

આવી સીટ પર ભાજપ આગળ

આવી સીટ પર ભાજપ આગળ

આંકડાઓ મુજબ 49 લોકસભા સીટ એવી છે જ્યાં મુસ્લિમ મતદાતા વધુ છે, જ્યાં ધ્રુવીકરણનો ભાજપને ફાયદો થયો છે. આ 49 સીટમાંથી 23 સીટ પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. જ્યારે યૂપીએની વાત કરીએ તો આવી 49 સીટમાંથી યૂપીએ 13 સીટ પર આગળ ચાલી રહ્યું છે.

કોંગ્રેસને મોટો ઝાટકો

કોંગ્રેસને મોટો ઝાટકો

જો આરક્ષિત સીટોની વાત કરીએ તો ભાજપ 47 આરક્ષિત સીટ પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ 14 આરક્ષિત સીટ પર આગળ ચાલી રહી છે. એવામાં સ્પષ્ટ કહી શકાય છે કે ભાજપ વિરુદ્ધ દલિતોની નારાજગી જોવા ન મળી. જણાવી દઈએ કે શરૂઆતી ટ્રેન્ડ્સમાં એનડીએ પૂર્ણ બહુમતના આંકડાઓ પાર કરી ચૂક્યું છે અને નરેન્દ્ર મોદી બીજી વખત પીએમ બનતા જોવા મળી રહ્યા છે.

ભાજપ માટે એક ઐતિહાસિક ક્ષણ

ભાજપ માટે એક ઐતિહાસિક ક્ષણ

શરૂઆતી ટ્રેન્ડ્સમાં એનડીએ 300ના આંકડાને પાર કરી ચૂક્યું છે. ભાજપ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઉત્તરાખંડ, ગુજરાતમાં શાનદાર પ્રદર્શન કરતું જોવા મળી રહ્યું છે. આ તમામ રાજ્યોમાં એનડીએ અપ્રત્યાશિત જીત તરફ આગળ વધી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ 15 સીટ પર આગળ ચાલી રહ્યું છે, જે ભાજપ માટે એક ઐતિહાસિક ક્ષણ છે.

દિલ્હીની તમામ 7 સીટ પર ભાજપ આગળ, 2014માં પણ જીતી હતી બધી સીટદિલ્હીની તમામ 7 સીટ પર ભાજપ આગળ, 2014માં પણ જીતી હતી બધી સીટ

English summary
Lok Sabha Election Results 2019: BJP is ahead on 23 seats in muslim dominant seats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X