‘પાટીલ’ કે ‘મિર્ઝા’ કોના પર થશે નવસારીની જનતા મહેરબાન?

Google Oneindia Gujarati News

આવતીકાલે એટલે કે 30 તારીખે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજ્યના મતદાતાઓમાં મતદાનને લઇને જાગૃતિ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 26 લોકસભાની બેઠકો પર ચૂંટણી પ્રચાર બંધ થઇ ગયો છે, હવે મતદાતાઓને રીઝવવા માટે આજે બંધ બારણે પ્રયાસો કરવામાં આવી રહ્યાં હશે. જો કે દેશમાં જે પ્રકારની મોદીની લહેર જોવા મળી રહી છે અને રાજ્યમાં સતત ત્રણ વખતથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદી ચૂંટાતા આવ્યા છે, તેને જોતા આ વખતની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ 20થી 24ની આસપાસ બેઠકો મેળવશે તેવો અનુમાન ઓપોનિયન પોલમાં પણ લગાવામાં આવ્યો છે, ત્યારે નવસારી બેઠક પર જનતા કોના પર બહેરબાન થશે તેને લઇને રાજકીય ચર્ચા જાગી છે.

નવસારી બેઠકનો ઉદ્ભવ 2009માં થયો હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટી આ બેઠક પર વિજયી થઇ હતી. ભાજપના સીઆર પાટીલે કોંગ્રેસના ધનસુખ રાજપુતને હરાવ્યા હતા. આ વખતે પણ ભાજપે સીઆર પાટીલ પર પસંદગી ઉતારી છે. જ્યારે કોંગ્રેસે આ વખતે મકસૂદ મિર્ઝાને તો આમ આદમી પાર્ટીએ મેહુલ પટેલને ઉભા રાખ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ દેશમાં એક ખાસ પ્રકારની મોદી અને ભાજપ લહેર ઉભી કરી દીધી છે, તેમાં પણ આ બેઠક પર ભાજપનો વિજય થયો હોવાથી રાજકીય દ્રષ્ટિએ આ બેઠક પર ભાજપ પુનરાગમન કરી શકે છે, તો બીજી તરફ કોંગ્રેસ માટે આ બેઠક પર વિજય નિશ્ચિત કરવામાં મોદીની લહેર અવરોધ ઉતપન્ન કરી શકે છે. તો ચાલો તસવીરો થકી આ બેઠક અંગે આછેરી માહિતી મેળવીએ.

પોરબંદર ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર જુનાગઢ રાજકોટ આણંદ ખેડા પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ બારડોલી સુરત ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સીઆર પાટીલે કહ્યું કે, સુરત-નવસારી ટ્વિન સ્વપ્નને હકિકતમાં ફેરવવામાં આવશે. કોસ્ટલ વિસ્તારમાં પાણીની સમસ્યા, રોડની લંબાઇ સહિતના મુદ્દાઓ હાથ ધરવામાં આવશે.

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર

નવસારીઓમાં ઉદ્યોગો સ્થાપિત કરવામાં આવશે જેથી રોજગારી મળી શકે. આ બેઠક પર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઉભી કરવામાં આવશે. દરેકને મફતમાં સુપર સ્પેશિયલિટી મેડિકલ ટ્રીટમેન્ટ મળી શકે એ દિશામાં કામ કરવામાં આવશે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના મેહુલ પટેલે કહ્યું કે, મારુ ધ્યાન એડમિનિસ્ટ્રેશન અને જ્યુડિશિયલ સુધારણા પર હશે. દરેક બાળક ભણી શકે તે માટે નવા ક્લાસરૂમ ઉભા કરવામાં આવશે. તેમજ દરેકને ઘર મળે એ દિશામાં કામ કરવામાં આવશે.

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

આ વિસ્તારના મતદાતાઓ અંગે વાત કરવામાં આવે તો ઉત્તર ભારતીયોની સંખ્યા 4.82 લાખ, મહારાષ્ટ્રીયનોની સંખ્યા 2.14 લાખ, અન્ય બિન ગુજરાતી 2.30 લાખ, કોળી પટેલ 1.27 લાખ, ઉડિયા 90 હજાર અને અન્ય 4 લાખ મતદાતાઓ છે.

2009નું પરિણામ

2009નું પરિણામ

ભાજપઃ- ચંદ્રકાંત પાટિલ- 423413
કોંગ્રેસઃ- ધનસુખ રાજપુત- 290770
તફાવતઃ- 132643

English summary
lok sabha election analysis navsari constituency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X